Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાળના ઉંચા ભાવ ઘરાકીમાં ઘટાડો

દાળના ઉંચા ભાવ ઘરાકીમાં ઘટાડો
, બુધવાર, 4 નવેમ્બર 2015 (11:53 IST)
પ્રવર્તમાન સમયમાં દાળના ભાવો આસમાને આંબી ગયા છે જેની સધી અસર સામાન્ય વર્ગના પરિવાર જનો સહિત વિદેશમાં વસતા એનઆરઆઇઓ પર પણ વતર્ઇિ રહી છે. દરવર્ષે દિવાળીમાં પાપડ અને મઠિયા સહિતની ચીજવસ્તુઓના ઓર્ડર મહિના પહેલા આપવામાં આવતા હતા પરંતુ ઓર્ડરમાં વર્ષે 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેથી વિદેશમાં વસતા ગુજરાતીઓને મળતા પાપડ અને મઠિયા સહિતની ચીજ વસ્તુઓના ભાવ પણ વધારે ચુકવવાના થયા છે. તેમ પણ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકોએ જણાવ્યું હતું. આમ દાળના ઉંચા ભાવોએ ઘણા ખરાંની દિવાળી બગાડી દીધી છે. સાથે સાથે ઘરાકીમાં પણ ઘટાડો થયો છે.

ચરોતરના પાપડ ગૃહ ઉદ્યોગનું હબ તરીકે જાણીતા નડિયાદ તાલુકાના ઉતરસંડામાં અંદાજે 25 થી 30 જેટલા ગૃહ ઉદ્યોગો આવેલા છે. ઉદ્યોગોમાં 2500થી વધુ પરિવારોને રોજગારી મળે છે.

અંગેની વધુ માહિતી આપતાં વ્યવસાય સાથે સંકળાયેલા ઇસ્માઇભાઇ વ્હોરાએ જણાવ્યું હતું કે, ઉતરસંડાના પાપડ, મઠિયા, સુંવાળી અને ચોરાફળી જેવી ચીજ વસ્તુઓની માગ ગુજરાતમાં નહિં પણ વિદેશમાં છે. દિવાળીમાં માગ વધતા પરિવારોને પણ રોજગારીની તકો વધે છે. તેઓને ઓવર ટાઇમ કરાવીને પણ ઓર્ડર પ્રમાણે માલ તૈયાર કરાવાતો હોય છે. પરંતુ વર્ષે તમામ કઠોળની દાળના ભાવ વધી ગયા છે. જેથી તેની સીધી અસર ધંધા પર વતર્ઇિ રહી છે. દર વર્ષે દિવાળીના એક મહિના પહેલાથી વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો સહિત ત્યાં વસતા સ્થાનિકો માટે પાપડ, મઠિયા તેમજ સુવાડીના ઓર્ડર આવતા હોય છે. પરંતુ વર્ષે ઓર્ડરમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવકમાં મોટી રકમ ફરક જોવા મળ્યો છે.

ઉતરસંડાના પાપડ, મઠિયા, ચોળાફળી સહિત સુવાળી પણ એકસપોર્ટ થાય છે. જેમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાઇલ, આફ્રિકા સહિતના દેશોના ઓર્ડરમાં પણ ઘટાડો થયો છે.

ગત વર્ષે 25થી 30 હજાર મેટ્રીક ટન પરદેશ મોકલતા હોઇએ છીએ પરંતુ વર્ષે માત્ર 15 હજાર મટ્રિક ટનનો ઓર્ડર મળ્યો છે. આમ ઓછા ઓર્ડર મળતાં ગૃહ ઉધોગને પણ અસર થઇ રહી છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓ મઠિયા ખાવાના શોખીન હોય છે. જેથી ભારતમાં વસતા તેમના સ્નેહીજનોને મઠિયા સહિતની વસ્તુ મોકલતા હોય છે. પરંતુ વખતે દાળના ભાવોમાં ઉછાળાને કારણે મઠિયા પણ મોંઘા થઇ ગયા છે. તેમજ કુરિયરનો ચાર્જ ગણવામાં આવે તો પ્રતિકિલો રૂ. 600થી 750 વિદેશમાં મઠિયા તેઓને પડે છે. જેથી કેટલાક એનઆરઆઇએ તો ત્યાંથી પાપડ અને મઠિયા ખરીદી લેવાનું નકકી કર્યંુ છે.

વિગત              2014      2015
મગનીદાળ      70-80     120-130
તુવેરની દાળ   80-90     170-180
મઠની દાળ      60-70    120-130
અડદની દાળ   75-80    145-155

Share this Story:

Follow Webdunia gujarati