Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રણ ટ્રાન્ઝેક્શન પછી એટીએમનો ચાર્જ લેવામાં આવશે

ત્રણ ટ્રાન્ઝેક્શન પછી એટીએમનો ચાર્જ લેવામાં આવશે
, સોમવાર, 10 નવેમ્બર 2014 (17:05 IST)
બૅંકમાં એટીએમ મારફત વધુ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકે વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે, જે અન્વયે દેશના છ મહાનગર પૈકી મુંબઇમાં પણ સૌથી મોટી અગ્રણી બૅંક પૈકી એસબીઆઇ, ખાનગી ક્ષેત્રની એચડીએફસી બૅંક અને એક્સિસ બૅંક એટીએમના ટ્રાન્ઝેક્શનમાં મર્યાદા લાદીને ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલશે, એવું સાધનોએ જણાવ્યું હતું. દેશના છ મહાનગરમાં બૅંકોને ગ્રાહકના એટીએમના પાંચમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રાખવા સાથે વધુ વખતના વપરાશમાં ચાર્જ લેવા અંગે તાજેતરમાં રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નિર્દેશ કર્યો હતો.

આરબીઆઇના સૂચિત નવા ધારાધોરણ મુજબ બૅંકો ગ્રાહકોને છ મોટા શહેરમાં તેમના એટીએમ મશીન તથા અન્ય બે ટ્રાન્ઝેક્શન માટે છૂટ રહેશે. છ મહાનગર પૈકી મુંબઇ, નવી દિલ્હી, ચેન્નઇ, કોલકતા, બૅંગલોર, હૈદરાબાદમાં એસબીઆઇ, એચડીએફસી બૅંક, એક્સિસ બૅંકમાં નવી મર્યાદા તથા ભાવ અમલી બનશે.

નાણાકીય વર્ષ ૨૦૧૪માં ઇન્ટર બૅંક એટીએમના વપરાશ મારફત અન્ય બૅંકને ચુકવણી મારફત એસબીઆઇને રૂપિયા ૪૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હતો. એસબીઆઇના એટીએમના ત્રણ ટ્રાન્ઝેક્શન પછી પ્રત્યેક ટ્રાન્ઝેક્શનમાં વીસ રૂપિયા ગ્રાહક પાસેથી વસૂલ કરશે. આ નવો દર એસબીઆઇના ગ્રાહક માટે પહેલી નવેમ્બરથી અમલી બનશે. આમ છતાં મુખ્ય શાખામાં નહીં જતા અને વધુ રોકડ ધરાવનારા ગ્રાહકોને એટીએમ વધુ મફત ટ્રાન્ઝેક્શનની છૂટ આપવામાં આવી છે. દરમિયાન યુનિયન બૅંક આઠ ટ્રાન્ઝેક્શન માટે છૂટ આપશે, જ્યારે વધારાના ટ્રાન્ઝેક્શનમાં ચાર્જપેટે પંદર રૂપિયા વસૂલશે.

દેશની અન્ય ખાનગી ક્ષેત્રની એચડીએફસી બૅંક અને એક્સિસ બૅંક ડિસેમ્બર મહિનાથી નવા ચાર્જ લેશે, જેમાં બંને બૅંક ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન પછી વીસ રૂપિયાનો ચાર્જ વસૂલશે. અલબત્ત, બીજા નંબરની અગ્રણી એચડીએફસી બૅંક રોકડ ઉપાડમાં વધુ ૨૦ રૂપિયાનો ચાર્જ વસૂલશે, જ્યારે મિનિ સ્ટેટમેન્ટ, બેલેન્સ ઇન્ક્વાયરીમાં (ટેક્સ સિવાય) રૂ. ૮.૫ તથા એક્સિસ બૅંક પણ વીસ રૂપિયા ચાર્જ લેશે તથા નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં સાડા નવ રૂપિયા વસૂલશે. ઉલ્લેખનીય છે કે અગાઉના પાંચ ટ્રાન્ઝેક્શનમાંથી ઘટાડીને ત્રણ ટ્રાન્ઝેક્શનની મર્યાદા એચડીએફસી અને એક્સિસ બૅંકે થર્ડ પાર્ટી એટીએમના વપરાશમાં દર નક્કી કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati