Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારા ઘઉ અને મકાઈ ઝેરીલા બની રહ્યા છે

તમારા ઘઉ અને મકાઈ ઝેરીલા બની રહ્યા છે
, શનિવાર, 28 મે 2016 (16:31 IST)
સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છેકે વાતાવરણમાં થઈ રહેલ જોરદાર ફેરફારથી પાક ઝેરીઓ થઈ રહ્યો છે.  સંયુક્ત રાષ્ટ્રની આ નવી રિપોર્ટ સામે આવી છે. 
 
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સૂકા અને વધતા તાપમાનને કારણે પાકમાં કેમિકલનો જમાવડો વધવા માંડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઘઉં, બાજરા અને મકાઈ કેટલાક એવા પાક છે કે જેમા ઉર્વરકોમાં વપરાતા નાઈટ્રેટ વધી જાય છે. 
 
આ ઉપરાંત ભારે વરસાદને કારણે છોડમાં હાઈડ્રોજન સાઈનાઈડ વધી જાય છે.  સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવ્યા કે વાતાવરણમાં થઈ રહેલ જોરદાર ફેરફારોને કારણે 70 ટકા ખેતી ઉત્પાદ પર આની અસર જોવા મળશે અને તેનાથી લગભગ સાઢા ચાર અરબ લોકો પર આ પ્રકારના ઝેરના પ્રભાવમાં આવવાનું સંકટ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓલિમ્પિક પહેલા 16 વર્ષની યુવતી સાથે 33 લોકોએ કર્યો ગૈગરેપ