Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છેલ્લા એક વર્ષમાં બાસમતી ચોખાનું વેચાણ બમણું થયુ

છેલ્લા એક વર્ષમાં બાસમતી ચોખાનું વેચાણ બમણું થયુ
, બુધવાર, 7 ઑક્ટોબર 2015 (10:19 IST)
એક ખાનગી અહેવાલ મુજબ દેશમાં અર્બન મિડલ ક્લાસમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું ચલણ વધી રહ્યું છે. જેના પગલે પાંચ વર્ષમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને બમણું થયું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દેશમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ ૯ લાખટન હતું. જે વર્ષ ૨૦૧૩-૧૪માં વધીને ૧૬ લાખટન નોંધાયું હતું. જો આ સ્થિતિ યથાવત્ રહી તો વર્ષ ૨૦૧૬-૧૭ના અંતે બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને ૨૯ લાખ ટને પહોંચવાની શક્યતા છે.
 
નિકાસમાં પીછેહઠ બાદ ઘરઆંગણે બાસમતી ચોખાનું વધતું ચલણ નિકાસકારોને રાહત આપશે. વર્ષ ૨૦૧૪-૧૫માં સરેરાશ ૧,૨૦૦ ડોલર પ્રતિટનના બાવે ૩૭ લાખટન બાસમતી ચોખાની નિકાસ થઇ છે. જેનું કુલ નિકાસ મૂલ્ય ૪.૫૨ અબજ ડોલર થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ પાંચ મહિનામાં પ્રતિ ટન ૯૨૦ ડોલરના ભાવે બાસમતી ચોખાની નિકાસ ર્વાિષક તુલનાએ ૨૫ ટકા ઘટીને ૧.૬ અબજ ડોલર નોંધાઇ છે.
 
નિકાસ ઘટવાનું એક કારણ ભાવમાં ઘટાડો છે. કંપનીઓ સ્થાનિક બજારમા બાસમતી ચોખાનો વપરાશ વધે તેવી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati