Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી કાર્ડ વગર મોબાઇલ સીમ કાર્ડ નહીં મળે

ચૂંટણી કાર્ડ વગર મોબાઇલ સીમ કાર્ડ નહીં મળે
, શનિવાર, 18 એપ્રિલ 2015 (14:48 IST)
મોબાઈલનું સીમ કાર્ડ લેવા માટે હવે મતદાતા તરીકેનો ઇલેક્શન કાર્ડ આપવું  ફરજિયાત બનાવવામાં આવ્યો છે. મતદાતા તરીકેનો ઓળખકાર્ડ પર નાખવામાં આવેલો ઓળખ નંબર મોબાઈલ સીમ કાર્ડના વેચનારાઓને આપવામાં આવેલી એપ્લિકેશનમાં નાખવામાં આવે અને તેમાં 'નોટ ફાઉન્ડ'નો જવાબ આવે તો તેવા સંજોગોમાં નવું સીમ કાર્ડ જ ઇશ્યૂ કરવામાં આવતું નથી. ટ્રાઇ દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી જે તે વિસ્તારની મતદાર યાદીમાં સીમકાર્ડના અરજદારનું નામ છે કે નહિ તે જોઈ શકાય છે.

એકલા અમદાવાદ શહેરમાં રોજના અંદાજે ૫૦૦૦થી વધુ સીમકાર્ડ વેચાય છે. તેવા સંજોગોમાં આ જોગવાઈને કારણે સંખ્યાબંધ અરજદારોના નામ ચૂંટણીની યાદીમાં ઓનલાઈન જેમના નામ રિફ્લેક્ટ ન થતાં હોવાથી તેમને સીમકાર્ડ મેળવવામાં તકલીફ પડી રહી છે.

જોકે યુનિનોર જેવી કંપનીઓએ ત્રણ દિવસની સ્કીમ હોવાથી ઇલેક્શન કાર્ડ નહિ હોય તો પણ સીમકાર્ડ આપવામાં આવશે તેવું ડીલરોનો અને સીમકાર્ડ વેચનારાઓને સમજાવીને સીમકાર્ડ વેચ્યા છે. તેને પરિણામે અન્ય મોબાઈલ કંપનીઓએ બિઝનેસ ગુમાવવો પડયો હોવાથી તેમના પેટમાં તેલ રેડાયું હોવાનું અને તેમણે સીમકાર્ડ વેચનારાઓ પાસેથી યુનિનોરે વેચેલા સીમકાર્ડની વિગતો પણ એકત્રિત કરવા માંડી છે. આ સંદર્ભમાં ભારત સંચાર નિગમ લિમિટેડના પ્રિન્સિપાલ જનરલ મૅનેજર શ્રી. પરિહારનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી આ વ્યવસ્થા ઊભી કરે તે મોબાઈલના સલામત વપરાશ માટે છે. જોકે આ સંદર્ભમાં અમને ટ્રાઇ તરફથી કોઈ જ એપ્લિકેશન મળી નથી. અમને એપ્લિકેશન મળી જશે ત્યારે અમે તેનો પણ અમલ કરાવીશું.

જોકે બીજી કંપનીઓએ સીમકાર્ડ ઇશ્યૂ કરવાનું અટકાવી દીધું છે તેથી ચોક્કસ કંપનીઓના સીમકાર્ડ લેવાનો આગ્રહ રાખનારા કસ્ટમર્સને સીમકાર્ડ મળતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે એરટેલના ડીલરોએ આ સંદર્ભમાં વાત કરવાનું ટાળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati