Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ૧૫ દિવસમાં જ પાસપોર્ટ મળી જશે

ગુજરાતમાં ૧૫ દિવસમાં જ પાસપોર્ટ મળી જશે
, મંગળવાર, 18 માર્ચ 2014 (12:51 IST)
P.R
પાસપોર્ટના પોલીસ વેરિફિકેશમાં દેશના ૨૯ રાજયોમાં ગુજરાત ૧૦માં ક્રમે ધકેલાઇ ગયું છે. હવે પાસપોર્ટના પોલીસ વેરિફેશની પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવા માટે રાજયના તમામ પોલીસ સ્‍ટેશનમાં હાઇટેક સોફ્‌ટવેર ઇન્‍સ્‍ટોલ કરવા કવાયત શરૂ કરાઇ છે. જેના કારણે લોકોને ૧૫ દિવસમાં જ પાસપોર્ટ મળી જશે. આ પ્રક્રિયા ઝડપી કરવા નવા સોફ્‌ટવેર ઇન્‍સ્‍ટોલ કરવા બાબતે તાજેતરમાં વિદેશ મંત્રાયલ અને રાજયના ગ્રૃહ સચીવ સાથે રિઝિયોનલ પાસપોર્ટ ઓફિસર અને આઇજીએ મહત્‍વની બેઠક કરી હતી. બેઠકમાં આ મુદે બંને ડિપાર્ટમેન્‍ટ તરફથી હકારાત્‍મક પ્રતિભાવ મળ્‍યો છે.

તાજેતરમાં આંધ્ર પ્રદેશની સરકારે હાઇટેક સોફ્‌ટવેર તમામ પોલીસ સ્‍ટેશનમાં મુકી નવા પાસપોર્ટ સંબંધીત પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા એકદમ ઝડપી પુર્ણ થઇ જાય છે. હાલમાં દેશમાં ઝડપી પોલીસ વેરિફિકેશનમાં આંધ્ર પ્રદેશ અને દિલ્‍હીનો નંબર આવે છે. હવે ગુજરાતમાં પણ પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા ઝડપી થાય અને લોકોને સરળતાથી પાસપોર્ટ મળી રહે તે માટે આંન્‍ધ્ર પ્રદેશની માફક ગુજરાતમાં હાઇટેક સોફટવેરનો અમલ કરવા જોરશોરથી કવાયત શરૂ કરાઇ છે.

આ અંગે રિઝિયોનલ પાસપોર્ટ ઓફિસર ઝેડ.એ ખાને જણાવ્‍યુ કે ‘પાસપોર્ટ મળવાની ડેડલાઇન ૩૦ દિવસની છે જેમાં ૨૧ દિવસ પોલીસ વેરિફિકેશનમાં લાગી જાય છે. આમ નવા સોફ્‌ટવેરથી સમયની બચત થશે અને લોકોને હાલમાં ૩૦થી ૩૫ દિવસમાં પાસપોર્ટ મળે છે તેના બદલે ૧૫ દિવસમાં પાસપોર્ટ મળવો શક્‍ય બનશે. '

Share this Story:

Follow Webdunia gujarati