Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખરીદી લો સોનુ, ગબડ્યા સોનાના ભાવ

ખરીદી લો સોનુ, ગબડ્યા સોનાના ભાવ
, બુધવાર, 3 એપ્રિલ 2013 (17:23 IST)
P.R
આંતરરાષ્ટ્રીય બજાર તૂટ્યા પછી ઘરેલુ બજારમાં પણ સોના અને ચાંદીની હાલત ખરાબ છે. એમસીએક્સ પર સોનુ એર્પિલ વાયદા 29000 રૂપિયાથી નીચે જતુ રહ્યુ છે. બીજી બાજુ ચાંદી મે વાયદાના ભાવ 51,000 રૂપિયાની નીચે આવી ગયો છે. કોમેક્સ પર સોનામાં 0.5 ટકા અને ચાંદીમાં લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. નાયમૈક્સ પર કાચુ તેલ 0,5 ટકા ગબડીને 96.7 ડોલરની નીચે વેપાર કરી રહ્યુ છે. લંડન મેટલ એક્સચેંજ પર કોપરમાં 0,2 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

સોનુ ગબડ્યુ 28 હજાર પર

હાલ એમસીએક્સ પર સોનુ 0.6 ટકાના ઘટાડા સાથે 28,970 રૂપિયા પર વેપાર કરી રહ્યુ છે. બીજી બાજુ ચાંદી 1 ટૃકા તૂટીને 50,930 પર વેપાર કરી રહી છે. એમસીએક્સ પર કાચુ તેલ 0,5 ટકા ઘટીને 5.275 પર આવી ગયુ છે. એમસીએક્સ પર જિંકને છોડીને બધા મેટલના ભાવ ગબડી ગયા છે. કોપર 0.15 ટકાના ઘટૅઅડા સાથે 408 રૂપિયાની નીચે વેપાર કરી રહ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati