Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલ્ચરલ ને મ્યુઝિકલ પ્રોગ્રામના આયોજકો પર આવકવેરા ખાતાની નજર

કલ્ચરલ ને મ્યુઝિકલ પ્રોગ્રામના આયોજકો પર આવકવેરા ખાતાની નજર
, શનિવાર, 24 જાન્યુઆરી 2015 (18:07 IST)
અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં થતા કલ્ચરલ ને મ્યુઝિકલ પ્રોગ્રામના આયોજકો દ્વારા તેમના પ્રોગ્રામ માટે કરાતા ચૂકવણાની રકમ પર ટીડીએસ ન કરાતા હોવાનું ધ્યાનમાં આવ્યું તે પછી વડોદરામાં યોજનારા આંતરરાષ્ટ્રીય સ્તરના કલ્ચરલ ફેસ્ટીવલમાં ભાગ લેનારા દરેક કલાકારો અને મંડપ સજાવટ કરનારાઓ તથા હોટેલ બુકિંગ કરનારાઓ ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ કરીને યોગ્ય રકમ આવકવેરા ખાતામાં જમા કરાવે છ કે નહિ તેના પર આવકવેરા ખાતું નજર માંડીને બેઠું છે.
અમદાવાદમાં આશા ભોંસલેની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરનારાઓએ તેમની ટીકીટના વેચાણ કરનારા એજન્ટો, મંડપ કોન્ટ્રાક્ટરો અને ઇતર સહયોગીઓને કરેલા પેમેન્ટ પર ટીડીએસ કરીને રકમ આવકવેરા કચેરીમાં જમા ન કરાવી તેને પરિણામે આવકવેરાની કચેરીના અધિકારીઓએ તેમને ત્યાં ત્રાટકીને રૃા. ૧ કરોડની વસૂલી પણ કરી હતી. આ પ્રકારના કિસ્સામાં ત્રણેક વર્ષે એસેસમેન્ટ થાય ત્યાં સુધીમાં બધું જ સગેવગે થઈ જતું હોવાથી આવકવેરા ખાતાના અધિકારીઓ આ પ્રકારના કિસ્સાઓમાં તત્કાળ પગલાં લેવા સક્રિય બન્યા છે.
વેડફેસ્ટ માટે હોટેલનું બ્લોક બુકિંગ એટલે કે એક સામટા ૫૦થી ૧૦૦ કે વધુ રૃમ્સનું બુકિંગ કરાવી દેનારાઓની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમ રૃા. ૨૦,૦૦૦ પ્લસની ભાડાની આવક પર પણ ટીડીએસ કરવું ફરજિયાત છે. તેમ જ સ્ટેજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનારાઓ તથા ટ્રાવેલ એજન્ટો ને ટેક્સી સર્વિસ પૂરી પાડનારાઓની વિગતો પણ આવકવેરા કચેરીએ એકત્રિત કરવા માંડી છે. આવકવેરા ધારાની કલમ ૧૯૪ હેઠળ ટીડીએસ ન કરીને જમા ન કરાવનારાઓને પેનલ્ટી કરવામાં આવશે. તેમ જ તેમની પાસેથી વ્યાજ પણ વસૂલવામાં આવશે. આ પ્રકારે ગુજરાતમાં થતાં દરેક ઇવેન્ટનું રૅકોર્ડિંગ કરવાનું પણ આવકવેરા કચેરીએ ચાલુ કરી દીધું છે.


Share this Story:

Follow Webdunia gujarati