Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ જબરુ કે'વાય, રોડ કરતા હવાઇ મુસાફરી સસ્તી!

રિક્ષા પણ વિમાન કરતાં મોંઘી!

આ જબરુ કે'વાય, રોડ કરતા હવાઇ મુસાફરી સસ્તી!
, શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2014 (11:00 IST)
P.R
અમદાવાદથી દિલ્હી વિમાનમાં જાઓ તો કિમી દીઠ ભાડું ૪ રૂ. થાય છે, જ્યારે કે ભાડાની નાની કાર માટે કિમી દીઠ ૭થી ૮ રૂ ભાડું ચુકવવું પડે છે...! એટલું જ નહીં અમદાવાદથી દુબઇની હવાઇ મુસાફરી પણ ૪ રૂ. પ્રતિ કિ.મી.માં પડે છે. સસ્તી એરલાઇન્સોના પ્રારંભીક સસ્તા ભાડાંના લીધે બજારનો આ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એટલે કે અમદાવાદથી દિલ્હી, મુંબઇ, ગોવા, બેંગલોર કે જયપુર જવું હોય તો ભાડાની ગાડી કરતાં પ્લેનનું ભાડું સસ્તું પડે છે.

બાય રોડ ટ્રાવેલિંગ માટે ઇન્ડિકા અને ઇનોવા જેવી ગાડીઓની વધુ પસંદગી કરવામાં આવે છે. જેનું કિમી દીઠ ભાડું ક્રમશ: ૭ અને ૧૧ રૂ. હોય છે. પરંતુ તેની સામે સસ્તી એરલાઇન્સોના સસ્તા ભાડાંની ડિમાન્ડ પણ વધી રહી છે અને તેનું પ્રતિ કિ.મી. સરેરાશ ભાડું ૩થી ૪ રૂ. હોય છે. સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો એર અને જેટ કનેક્ટ જેવી એરલાઇન્સોની સસ્તી હવાઇ સેવાના લીધે આ બજારમાં બદલાયેલો ટ્રેન્ડ જોવા મળે છે. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાતના પૂર્વ ચેરમેન જણાવ્યું હતું કે,'લો કોસ્ટ એરલાઇ્ન્સના ફ્લાઇટના ભાડાં ઓછા હોવાથી પ્રતિ કિ.મી. ભાડું પણ ઘટી ગયું છે. પરંતુ પ્લેનના ભાડાંને કારના ભાડા સાથે સરખાવી શકાય નહીં. કેમ કે બંનેનું ટ્રાવેલ મોડ તદ્દન જુદું છે. જો કે, સસ્તી એરલાઇન્સના લીધે પ્રતિ કિ.મી. ભાડાંમાં થયેલા ઘટાડાને નકારી શકાય નહીં.'

સસ્તી એરલાઇન્સમાં પ્રતિ કિ.મી. ભાડું ઓછું હોવા છતાંય તેમાં અનુકૂળતા અને લગભગ ૯૦ ટકા સમયની બચત પણ થતી હોય છે. જ્યારે કે કારની મુસાફરી પ્રમાણમાં લાંબી હોય છે. બીજી તરફ અમદાવાદથી ફ્લાઇટ્સની કનેક્ટિવિટી પણ વધી છે, તેથી સમય અને જરુર પ્રમાણે ફ્લાઇટ પકડી શકાય છે.

રિક્ષાનું કિ.મી દીઠ ભાડું ૮થી ૯ રૂ. ચાલે છે. ૧૦ કિ.મી.ની રિક્ષાની મુસાફરી કરતાં લગભગ ૮૦થી ૯૦ રૂ. ભાડું ચુકવવું પડે છે. તેની સામે પ્લેનનું કિ.મી. દીઠ ભાડું ઓછામાં ઓછું ૩ રૂ. અને વધુમાં વધુ ૯ રૂ. સુધી પહોંચે છે....!



Share this Story:

Follow Webdunia gujarati