Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરબીઆઈની રાહત, રેપો રેટ ઘટતા લોન પર ઈએમઆઈ ઘટી

આરબીઆઈની રાહત, રેપો રેટ ઘટતા લોન પર ઈએમઆઈ ઘટી
, મંગળવાર, 29 જાન્યુઆરી 2013 (13:50 IST)
P.R
લોકોને સસ્તા ઘર અને કારના સપનાને સાચા કરવા રિઝર્વ બેંકે મંગળવારે પોતાની મુખ્ય નીતિગત દરમાં એક ચતુર્થાંસની કમી કરવાનું એલાન કર્યુ. તેના હવે ઘર અને કારના માસિક હપ્તામાં કમી આવવી નક્કી છે. કેન્દ્રીય બેંકે આ પગલાને કર્જથી રોકાણ ઘટશે અને સાથે જ તેનાથી અર્થવ્યવસ્થાને પણ રફ્તાર મળશે.

રેપોરેટમાં 0.25 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રથમ રેપોરેટ 8 ટકા હતો, જે હવે ઘટીને 7.75 ટકા થઈ જશે. જ્યારે સીઆરઆરમાં પણ 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સીઆરઆર અગાઉ 4.25 ટકા હતો જે હવે 4 ટકા રહેશે. મોંઘી લોનથી હવે લોકોને થોડી રાહત મળશે.

ભારતીય રિઝર્વ બેંકે 2012-13ના ત્રીજા ત્રિમાસિકગાળાની આર્થિક નીતિની સમીક્ષામાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો સીઆરઆરમાં 0.25 ટકાના કાપ સાથે બેંકો પાસે 18000 કરોડ રૂપિયાની વધારાની રોકડ ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંકે 2012-13 માટે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 5.8 ટકાથી ઘટાડીને 5.5 ટકા કર્યુ છે. જો કે આરબીઆઈએ કહ્યું હતું કે વિકાસદર અંગેની ચિંતા હજુ યથાવત્ છે. આરબીઆઈના આ નિર્ણયથી બેંકિંગ અને ઓટો સેક્ટરમાં પણ તેજી આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે મોંઘવારી દરમાં માર્ચ સુધીમાં ઘટાડાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ફુગાવા અને સીએડીનો હવાલો આપતાં અગાઉ વ્યાજદરોમાં ઘટાડા અંગે મુશ્કેલીઓ હોવાનું જણાવ્યું હતું. રિઝર્વ બેંકે આર્થિક નીતિની સમીક્ષા પૂર્વે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે વધુ ફુગાવો અને ચાલુ ખાતાની વધતી ખોટ અને રાજકોષીય નુકસાનના જોખમનો માહોલ છે. પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાને નિરંતર આર્થિક વૃદ્ધિના માર્ગે લઈ જવા માટે લાંબી મજલ કાપવાની બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati