Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે જ પતાવી લો જરૂરી કામ, સાર્વજનિક ક્ષેત્રના બેંક મંગળવારથી બે દિવસની હડતાળ પર

આજે જ પતાવી લો જરૂરી કામ, સાર્વજનિક ક્ષેત્રના બેંક મંગળવારથી બે દિવસની હડતાળ પર
નવી દિલ્હી. , સોમવાર, 11 જુલાઈ 2016 (15:43 IST)
બેંક સંબંધી તમારા જરૂરી કામ આજે જ પતાવી લો. સાર્વજનિક ક્ષેત્રના બેંકોના કર્મચારીઓના એક વિભાગે એસબીઆઈના સહયોગી બેંકોના વિલય અને આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણના વિરોધમાં 12 જુલાઈથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાનુ એલાન કર્યુ છે. 
 
ઑલ ઈંડિયા બેંક એપ્લોઈઝ એસોસિએશનના મહાસચિવ સી એચ વેંકટચલમે કહ્યુ, મુખ્ય શ્રમ આયુક્ત સાથે સમજૂતી બેઠક નિષ્ફળ ગઈ છે અને અમે અમારી હડતાળની જાહેરાત પર કાયમ છે. ઓલ ઈંડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને સ્ટેટ સેક્ટર બેંક એપ્લોઈઝ એસોસિએશને પણ હડતાલની અપીલનુ સમર્થન કર્યુ છે. 
 
જાહેરાત મુજબ એસબીઆઈના પાચ સહયોગી બેંકોમાં 12 જુલાઈના રોજ હડતાલ રહેશે. જ્યારે કે સાર્વજનિક ક્ષેત્રના અન્ય બેંકોમાં 13 જુલાઈના રોજ હડતાળ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેવિંગ્સ કરતી વખતે આ 5 વાતો યાદ રાખો, પૈસાની કમી ક્યારેય નહી આવે