Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુરોપમાં હાફુસ કેરી પર પ્રતિબંધ, કેરીઓના ભાવ તળિયે જશે.

યુરોપમાં હાફુસ કેરી પર પ્રતિબંધ, કેરીઓના ભાવ તળિયે જશે.

યુરોપમાં હાફુસ કેરી પર પ્રતિબંધ, કેરીઓના ભાવ તળિયે જશે.
, મંગળવાર, 29 એપ્રિલ 2014 (12:49 IST)
યુરોપીયન યુનિયન દ્વારા 1લી મેના રોજથી ભારતમાંથી આવતી હાફુસ કેરી તેમજ ચાર શાકભાજી (રીંગણા, કારેલા , અળવી અને પરવળ) ની આયાત પર કામચલાઉ પ્રતિબંધ મૂકયો છે જે કારણોસર ભારતીય સમુદાયના લોકો વેપારીઓ અને સંસદસભ્યોમાં રોષની લાગણી ફરી  વળી છે તો બીજા તરફ આમ જનતાની ચાંદી થઈ ગઈ છે. કેરીઓની નિકાસ પર પ્રતિબંધ થઈ જતાં સ્થાનીય બજારોમાં તેનો ભરાવો થઈ  જવા પામ્યો છે જેથી કિમતોમાં ઘટાડો થશે જેનો સીધો ફાયદો સ્થાનીય ગ્રાહકોને થશે.

ટ્રેડર્સના મતે એક્સપોર્ટ કેરીઓની કિંમતમાં 500  રૂપિયા પ્રતિ બોકસનો  ઘટાડો થયો છે. જે સામાન્ય રીતે 3000 રૂપિયા પ્રતિ બોક્સ હોય  છે. એક બોક્સમાં 4 થી 6 ડઝન કેરીઓ હોય છે. આવનારા અમુક મહિનાઓમાં કિમતો હજુ વધારે ઘટાળો થશે કારણ કે દુબઈ સહિત મીડલ  ઇસ્ટ બજારોમાં કેરીઓની ભરમાર થઈ ગઈ છે.          

યુરોપીયન યુનિયને આ નિર્ણય કેમ લીધો.

ગત વર્ષે ભારતમાંથી યુરોપીયન યુનિયનમાં ફળ શાકભાજી આયાત કરવામાં આવ્યા હતા. જેમાં 207 કંન્સાઈનમેંટસ ફ્રુટ જેલીઝ જેવા  જંતુનાશક તત્વો તેમજ અન્ય કવોરન્ટાઈન પેસ્ટસ દ્વ્રારા દુષિત થયા હોવાનુ માલુમ પડયુ હતુ. ત્યાર બાદ યુરોપીયન યુનિયનની સ્થાયી  સમિતિએ ભારતમાંથી આ ચીજ-વસ્તુઓની આયાત પર પ્રતિબંધ કર્યુ છે. જોકે યુરોપીયન યુનિયને સૂચવેલો આ પ્રતિબંધ કામચલાઉ છે.     

Share this Story:

Follow Webdunia gujarati