Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વજન ઘટાડવા માટે પીવો ગરમ પાણી

વજન ઘટાડવા માટે પીવો ગરમ પાણી
, ગુરુવાર, 26 મે 2016 (09:03 IST)
પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મનુષ્ય પાણી વગર જીવી ન શકે, પરંતુ નવાયું પાણી કે ગરમ પાણી પણ ફાયદાકારક છે. આ ગુણધર્મોની  ખાણ છે. નવાયું પાણી પીવાથી જાડાપણું ઘટે છે. 
 
જાડાપણાથી કંટાળેલા લોકો  માટે નવાયું પાણી  ખૂબ જ ફાયદાકારક છે. ભોજન કરવાના અડધા કલાક  પછી એક ગ્લાસ પાણી સિપ (ઘૂંટ ભરીને) પીવાથી, શરીરનું  વજન ઘટે છે. આ પાછળનો તર્ક એ છે કે નવાયું પાણી અથવા ગરમ પાણી શરીરના ઝરી પદાર્થોને બહાર કરે છે. આ પ્રક્રિયાથી શરીરની ગંદગીને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને કિડની દ્વારા ગંદગી બહાર નિકળે છે. 
 
આ સિવાય થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.ગરમ પાણીથી નહાવાથી થાક મટે છે. અને ત્વચા નિખરે છે.ગરમ પાણી વાપરતા વજન ઓછું થાય છે અને સાથે-સાથે  રક્ત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી પીવાથી રોગ પ્રતિકાર વધે છે ,તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.કિડનીની યોગ્ય દેખરેખ માટે દિવસમાં  2 વાર સવારે -સાંજે  નવાયું પાણી પીવું જોઇએ.જેથી શરીર હાજર ગંદગી દૂર થાય અને શરીર સાફ રહે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નુડલ્સ પકોડા