Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty Tips: ત્વચાનુ સત્યાનાશ કરી શકે છે ગોરા થવાની ક્રીમ, જાણો શુ છે તેના સાઈડ ઈફેક્ટ્સ

Beauty Tips: ત્વચાનુ સત્યાનાશ કરી શકે છે ગોરા થવાની ક્રીમ, જાણો શુ છે તેના સાઈડ ઈફેક્ટ્સ
, મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (16:19 IST)
મોટેભાગે ખુદને સુંદર બતાડવા મહિલાઓ અનેક પ્રકારની ક્રીમને ચેહરા પર એપ્લાય કરે છે. ખાસ કરીને જે મહિલાઓનો રંગ શ્યામ કે પછી દબાયેલો હોય છે. તે રોકબરોજ અનેક પ્રકારની ગોરા કરનારી ક્રીમને ચેહરા પર લગાવે છે. એવુ પણ થાય છે કે જેમનો રંગ ઝાંખો હોય છે તે અનેકવાર હીનભાવના વગેરેના કારણે પણ આ ક્રીમનો વધુ યુઝ કરે છે. 
 
અનેક પ્રકારના કૈમ્પેન ચલાવ્યા પછી પણ ગોરી ત્વચાને લઈને આજે પણ લોકો ક્રેઝી છે. ગોરાપણાની આ તમારી દિવાનગીનો ફાયદો ઉઠાવવા માટે બજારમાં જુદા જુદા પ્રકારના અનેક પ્રોડક્ટ મળે છે. એટલુ જ નહી અનેક પ્રકારના સ્કિન ટ્રીટમેંટ્ પણ ગોરા બનાવવાના દાવા કરે છે. પણ તમે ગોરા કરનારા આ ક્રીમનો યુઝ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.. 
 
જાણો શુ હોય છે ગોરા કરનારી ક્રીમ 
 
ક્રીમ લગાવવી ખરાબ વાત નથી. ત્વચાની દેખરેખ માટે તમે ડે ક્રીમ, નાઈટ ક્રીમ, સનસ્ક્રીન કે મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ કરો જ છો, કંઈ ક્રીમ કેમ લગાવાય છે અને બોડીમાં ક્યા લગાવાય રહી છે તે જાણવુ પણ જરૂરી છે
 
બજારમાં બોડીના જુદા જુદા સ્થાન માટે અને સમસ્યાઓ માટે ક્રીમ અને બીજા બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે. આ સાથે જ રંગને નિખારનારી ક્રીમ પણ મળે છે.  આ ક્રીમને પૈરાબિન નામના ખતરનાક પદાર્થ જોવા મળે છે. જે તમાર આરોગ્યને પ્રભાવિત કરી શકે છે. 
 
 
સ્કિન વાઈટનિંગ ક્રીમ 
 
તમારી ત્વચાનો નિખાર મેલેનિનના સ્તર દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ ગોરા કરવા માટે જે ક્રીમ લગાવી રહ્યા છો તેનાથી સ્કીનનુ મેલેનિન પ્રભાવિત થાય છે અને તમને હલ્કો રંગ આપે છે. ફેયરનેસ ક્રીમ તમારા શરીરના મેલેનિનને ઓછુ કરે છે અને તમે ગોરા દેખાવવા માંડો છો. 
 
 
ઉલ્લેખનીય છે કે આ ક્રીમમાં મુખ્ય રૂપે બે પ્રકારના બ્લીજિંગ એજંટ જોવા મળે છે.  હાઈડ્રોક્વિનોન(hydroquinone)અને કોર્ટિકોસ્ટેરૉઈડ્સ (corticosteroids).જ્યારે કે ત્વચા વિશેષજ્ઞોનુ કહેવુ છ એકે ક્રીમમાં હાઈડ્રોક્વિનોન (hydroquinone)ની માત્રા 4%થી ઓછી હોવી જોઈએ. જો કે રંગને નિખારનારી કોઈપણ ક્રીમને લાંબા સમય સુધી યુઝ ન કરવી જોઈએ.  
 
જાણો સાઈડ ઈફેક્ટ 
 
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, સ્કિન લાઇટનિંગ ક્રીમની ઘણી આડઅસર હોય છે.
 
- ત્વચામાં બળતરા અને બળતરા
- લાલાશ અને કાંટાની લાગણી
- ખંજવાળ અને ફ્લેકી ત્વચા
- ત્વચા કાળી પડવી અથવા ખૂબ જ હળવી થવી
- ત્વચાનું પાતળું થવું, બિનજરૂરી ડાઘ અને ધબ્બા 
 
આવામાં ઉલ્લેખનીય છે કે ત્વચાનો રંગ પ્રાકૃતિક હોય છે અને તેને બદલવી કે સાધારણ કરવાનો ખ્યાલ અયોગ્ય છે. તો બહેનો બજારના લોભામણી જાહેરાતો અને બ્યુટીના સ્ટીરિયોટાઈપનો શિકાર ન બનશો. વધુ ક્રીમના યુઝથી તમે સમય પહેલા વૃદ્ધ દેખાય શકો છો. સ્કિન સમય પહેલા ઢળવા માંડશે. વધુ ક્રીમનો ઉપયોગ તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે. સ્કિન સમય પહેલા ઢીલી થવા માંડશે. બજારમાં ઉપલબ્ધ આ ક્રીમનો ઉપયોગ કરવાથી તમે પ્રાકૃતિક ત્વચાને નુકશાન પહોંચાડી શકો છો. તેથી સ્વસ્થ આહાર, વ્યાયામ અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી તમારી નેચરલ સ્કિનને પેમ્પર કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron Variant ઓમિક્રોનના નવા લક્ષણ માત્ર રાત્રે જ દેખાશે