Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...

વૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...
, રવિવાર, 19 મે 2019 (05:04 IST)
વૈક્સિંગથી આપણી સ્કિન સુંદર અને સ્મૂથ તો થઈ જ જાય છે સાથે જ આપણા અણગમતા વાળથી પણ છુટકારો પણ મળી જાય છે.  પણ શુ કોઈ એવી રીત છે જેને અપનાવીને વૈક્સિંગથી થનારો દુખાવો ઓછો કરી શકાય.  મુલાયમ અને ચિકની ત્વચા પર ઘમંડ કરવો દરેક મહિલાનુ સપનુ હોય છે. 
 
આ માટે આપણે દુનિયાભરની હેયર રિમૂવર તકનીક મતલબ વૈક્સિંગનો ધન્યવાદ કરવો જોઈએ. જેને કારણે હવે એવી ત્વચા મેળવવી સહેલી થઈ ગઈ છે. જો કે મહિલાઓને શરીર પરથી વાળને વૈક્સિંગ દ્વારા હટાવવા ખૂબ દર્દનાક લાગે છે. અહી સુધી કે દુલ્હન માટે પહેલીવાર સંપૂર્ણ બૉડી વૈક્સ કરાવવી  વિશેષરૂપે બિકનીવાળો ભાગ વિશે વિચારવુ જ એક સપના જેવુ લાગે છે.  પણ અમે જાણીએ છીએ કે તમે આ દર્દને સહન કરી લો છો.  કારણ કે વૈક્સિંગ શરીરના વાળને છુટકારો અપાવનારો સૌથી પ્રભાવશાળી રીત છે. પણ શુ તમે જાણો છો કે કેટલાક સહેલા ઉપાય અપનાવીને  આ દર્દને ઓછુ કરી શકો છો. આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ બતાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે વૈક્સિંગ પહેલા થનારા દુ:ખાવાને ખૂબ ઓછુ કરી શકો છો. 
 
વૈક્સિંગ કરાવતા પહેલા ઠંડા નહી પણ કુણા પાણીથી ન્હાવ. કુણા પાણીથી ન્હાવાથી આપણી ત્વચાના રોમછિદ્ર ખુલી જશે. ત્વચાની ઉપરની પરત કોમળ થઈ જશે. તમે મોડા સુધી ગરમપાણીમાં રહી શકો છો.  જેથી બધા રોમછિદ્ર ખુલી જાય અને વૈક્સિંગ કરાવવામાં સુવિદ્યા રહે. તેથી એવુ કહેવામાં આવે છે કે વૈક્સિંગ કરાવતા પહેલા ન્હાવુ જોઈએ. 
 
- જે દિવસે તમને વૈક્સિંગ કરાવવાનુ છે તે દિવસે સવારે કૉફી ન પીશો. આવુ કરવાથી તમારુ વૈક્સિંગ દર્દનાક નહી રહે.  પણ આવુ કરવાથી દુખાવો વધી જરૂર જશે.  કૉફીમાં કૈફીન રહેલુ હોય છે. જે આ બંને છેડાને ઉત્તેજીત કરે છે. વૈક્સિંગમાં જ્યારે વાળ ખેંચાય છે તો ખૂબ દુખાવો થાય છે. 
 
વૈક્સિંગ દરમિયાન ઢીલા કપડા પહેરો જેથી વૈક્સિંગમાં કોઈ પરેશાની ન થાય. વૈક્સિંગ પછી તમારી ત્વચા થોડા સમય માટે ખૂબ સંવેદનશીલ રહે છે. તમારે ઢીલા કપડા પહેરવા જોઈએ કારણ કે ટાઈટ કપડાથી ત્વચામાં ખંજવાળ કે અન્ય પરેશાની થઈ શકે છે. નેચરલ ફાઈબરનો ઉપયોગ કરો જેથી તેનાથી તમારી ત્વચામાં પરેશાની નહી થાય અને પરસેવો નહી આવે. 
 
જો તમને લાગે છે કે તમાર્જ વૈક્સિંગ સેશન ખરાબ થવાનુ છે તો અંતિમ ઉપાય છે કે તમે દુ:ખાવાથી મુક્તિ માટે દવા લો. અંતિમ સમયમાં એડવિલ, ઈબુપ્રોફેન, એસ્પિરિન જેવી દવાઓ લઈ શકાય છે.  વૈક્સિંગ કરાવવાના અડધો કલાક પહેલા તેને ખાવ જેથી તમે વૈક્સિંગ સેશન સહન કરી શકો. 
 
જ્યારે તમારુ વૈક્સિંગ થઈ જાય તો એક્સપર્ટને પૂછીને એલોવેરા જેલ કે કોઈ એવુ જ જેલ લગાવો જેથી ત્વચા પર લાલ નિશાન ન પડે. એલોવેરા જેલ લગાવવાથી તમારી ત્વચાને સારુ લાગશે અને આ ત્વચાને હાઈડ્રેટ પણ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમારા વાળ પાતળા છે અને ખરી રહ્યા છે ? તો અપનાવો આ ઉપાય