Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાળ જો પાતળા થઈ રહ્યા છે તો લગાવો આ અદ્દભૂત તેલ અને એક મહિનામાં જુઓ અસર

વાળ જો પાતળા થઈ રહ્યા છે તો લગાવો આ અદ્દભૂત તેલ અને એક મહિનામાં જુઓ અસર
, મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (15:31 IST)
કોઈપણ વ્યક્તિ ભલે કેટલોય સ્માર્ટ કેમ ન દેખાય રહ્યો હોય પણ જો તેના વાળ પાતળા, શુષ્ક અને બેજાન છે તો તેનુ લુક ખરાબ થઈ જાય છે. વાળ જો ખરી રહ્યા છે તો પણ લોકો પરેશાન થાય છે અને જો વાળમાં ખોડો છે તો પણ લોકો પરેશાન રહે છે અને વાળ જો પાતળા છે તો જુદી જ પરેશાની થાય છે. દરેક વ્યક્તિ આજે લાઈફમાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે સમય જ નથી કે તે પોતાના વાળની કેયર કરે.  
 
પણ જો તમને જાડા અને લાંબા વાળ જોઈએ છે તો ગભરાશો નહી પણ પ્રાકૃતિક વસ્તુઓનો યૂઝ કરો. આવો જાણીએ કે નારિયળ તેલ અને મેથી તમારા વાળમાં કેવી રીતે ચમત્કાર કરી શકે છે. 
 
 હેયર ઓઈલ બનાવવાની સામગ્રી - નારિયળ તેલ 2 ચમચી મેથી પાવડર, 1 ચમચી બનાવવાની વિધિ - સામ્રગીઓને બતાવેલ પ્રમાણમાં લઈને એક વાડકીમાં મિક્સ કરો. તમારા વાળમાં લગાવવા માટે મિશ્રણ તૈયાર છે. આ તેલને વાળની જડમાં લગાવો અને સારી રીતે મસાજ કરો. પછી તેને એક કલાક માટે છોડી દો અને કુણા પાણી તેમજ શૈંપૂથી ધોઈ લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચટાકેદાર રેસીપી - નારિયળ અને તલની ચટણી