Hair care tips for using straightener- વાળને સુંદર રાખવા માટે મહિલાઓ અનેક ઉપાયો કરે છે અને અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. અમુક સમયે, સ્ત્રીઓ તેમના વાળ સીધા અથવા કર્લ પણ કરે છે. મહિલાઓ હીટ લગાવીને વાળને સ્ટ્રેટ અને કર્લ કરે છે જેથી તેમના વાળ સુંદર દેખાય, પરંતુ વાળને સ્ટ્રેટ કરવા માટે વપરાતું સ્ટ્રેટનિંગ મશીન વાળને ખૂબ જ ડ્રાય કરી દે છે. વાળને શુષ્ક અને નિર્જીવ થવાથી બચાવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેલનો ઉપયોગ કરવુ
વાળને સ્ટ્રેટ કે કર્લ કરવાથી પહેલા વાળનને હળવુ તેલ લગાવી લો જેથી સ્ટ્રેટનરના કારણે વાળને કોઈ નુકશાન ન થાય. હળવા તેલ લગાવવાથી સ્ટ્રેટનરની એક્સ્ટ્રા હીટથી વાળ ડેમેજ નહી થાય. તેમજ જો તમે
તેલ લગાવ્યા પછી વાળને સ્ટ્રેટ કરો છો તો વાળ સુંદર અને શાઈની થશે.
વાળ પર લગાવો હેયર સીરમ
સ્ટ્રેટ કે કર્ક કરતા સમયે વાળ પર હેયર સીરમનો પણ ઉપયોગ કરી શકાય છે. હેયર સીરમથી વાળ પરફેક્ટ સ્ટ્રેટ થશે. તેમજ હો તમે કર્લ કરી રહ્યા છ તો હેયર સીરમના કારણે વાળ યોગ્ય રીતે સ્ટ્રેટ કે કર્લ થશે.
તેમજ હેયર સીરમના કારણે વાળ સુંદર પણ લાગશે
તાપમાનનુ રાખો ધ્યાન
ઘર પર જ્યારે વાળને સ્ટ્રેટ કરો તો સ્ટ્રેટનરના તાપમાનનુ ખાસ ધ્યાન રાખો. વાળ કર્લ કરવા માટે તાપમાન 300 થી 350 ડિગ્રી ફોરેનહાઈટના વચ્ચે હોવુ જોઈએ. જેથી વાળ સારી રીતે સ્ટ્રેટ કે કર્લ થાય. તેમજ જો વાળન તાપમાનનો ધ્યાન નહી રાખો છો તો વધારે હીટ હોવાના કારણે વાળ બળી શકે છે. સાથે જ જો ઓછુ તાપમાન રાખો છો તો વાળ સારી રીતે સ્ટ્રેટ નથી થશે સાથે જ વાળ ખરાબ પણ થઈ શકે છે.
. આ વાતોનું પણ ધ્યાન રાખો
વાળને સ્ટ્રેટ કરતા પહેલા શેમ્પૂથી વાળ ધોઈ લો.
તમારા વાળની લેયર બનાવીને તેને સીધા કરો.