Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Natural Tips:માત્ર 15 મિનિટમાં હટાવો દાઢી અને અપર લિપ્સના વાળ

Natural Tips:માત્ર 15 મિનિટમાં હટાવો દાઢી અને અપર લિપ્સના વાળ
, શનિવાર, 25 માર્ચ 2017 (16:34 IST)
અવાંછિત વાળ ચેહરા પર હોય કે શરીરના બીજા ભાગો પર ખૂબસૂરતીના રસ્તામાં મુશ્કેલી ઉભી કરે છે ખાસકરીને છોકરીઓ અવાંછિત  વાળની સમસ્યાથી પરેશાન રહે છે તો ગભરાવો નહી કારણકે ઘરેલૂ ઉપાય તમારી આ પરેશાનીને જડથી ખતમ કરી શકો છો. તમને તેના માટે બ્યૂટી પાર્લર જઈને પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. પણ તમે ઘરે બેસ્યા કિચનમાં વાપરવામાં આવતી  વસ્તુઓથી તેને હમેશા માટે અલવિદા કહી શકો છો. 
બેસન અને ચારકોલ કેપ્સૂલ- 1 ટીસ્પૂન બેસન, એક ચારકોલ કેપ્સૂલ અને 3 ટીસ્પૂન જળને સારી રીતે મિકસ કરી અને પેસ્ટ તૈયાર કરીલો. પછી તેને ચેહરાના તે ભાગ પર લગાવો જ્યાં અવાંછિ વાળ છે જ્યારે પેસ્ટ સૂકાય જાય તો, તેને ઘસીને ઉતારી લો. તેનાથી અવાંછિત વાળ નીકળી જશે જશે. જો તમે ચારકોલ કેપ્સૂલનો ઉપયોગ ન કરો તો બેસનમાં એક ચમચી દહીં અને ચપટી હળદર મિકસ કરી પેસ્ટ બનાવી લો અને અવાંછિત વાળ પર લગાવો. થોડા દિવસ સતત આવુ કરો. તમને અસર જોવા મળશે
 
ખાંડ અને લીંબૂ- ખાંડ અને લીંબૂને સમાન માત્રામાં લો અને સારી રીતે મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. જો ખાંડ સારી રીતે ઓગળે નહી તો તેને થોડું પાણી નાખી સાધારણ ગરમ કરી લો. પેસ્ટને ઠંડું કર્યા પછી અવાંછિત  વાળ વાળી જગ્યા પર લગાવો. 20 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ધોઈ લો.

પપૈયું- જરૂર મુજબ પપૈયાના નાના પિસમાં કાપી સારી રીતે મેશ કરી લો. તેમાં એક ચપટી હળદર મિક્સ કરી લો. તે પેસ્ટથી 15 મિનિટ ચેહરાની મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરવું. 
webdunia
ઓટમીલ અને કેળા- કેળા પણ સ્કિનના અવાંછિત વાળ હટાવવા અને તેને ચમકદાર  બનાવવામાં મદદગાર છે. 2 ચમચી ઓટમીલમાં એક પાકા કેળાને સારી રીતે વાટીને પેસ્ટ બનાવી લો. તેને વાળ પર લગાવો અને 15 મિનિટ મસાજ કરો. પછી પાણીથી ધોઈ લો. 
 
હળદર અને દૂધ- એક કે બે ચમચી હળદરને દૂધ કે પછી ગુલાબ જળમાં મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રહેવા દો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. 
 
લીંબૂ અને મધ- 2 ચમચી ખાંડ, લીંબૂના રસ અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને 2 મિનિટ સુધી ગરમ થવા દો. ગર્મ કર્યા પછીએ આ વેક્સ ની રીતે બની જશે. ચેહરા પર કાર્નસ્ટાર લગાવીને તેના ઉપર આ મિશ્રણ લગાવો. એક વેક્સિંગ સ્ટ્રીપથી હેયર ગ્રોથની અપોજિટ ડાયરેકશનમાં ખેંચી લો. તેને અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરવાથી વાળ હટી જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાનકડી Cherry કરે અનેક બીમારીઓ દૂર