Publish Date: Mon, 01 Jun 2015 (15:56 IST)
Updated Date: Mon, 01 Jun 2015 (16:11 IST)
શુ તમે ગોરો રંગ મેળવવા માટે બજારમાંથી વિવિધ પ્રકારના મોંઘા ઉત્પાદનનો પ્રયોગ કરો છો ? જો તમારો જવાબ હા છે તો હવે તમારે આવુ કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલાક ઘરેલુ એવા નુસ્ખા બતાવીશુ જેનાથી તમે તમારો ગોરો રંગ કાયમ રાખી શકશો.
કડક તાપ, પ્રદૂષણ, કરચલીઓ હોય કે પછી ચેહરા પર દાગ-ધબ્બાથી ત્વચાની સ્કીન ડાર્ક થઈ જાય છે. બજારમાં મળનારા સ્કિન કેયલ પ્રોડક્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. સારુ રહેશે કે તમે ઘરમાં મુકેલ પ્રાકૃતિક વસ્તુઓનો જ પ્રયોગ કરો કારણ કે આનાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતુ નથી. તો ચાલો અજમાવીએ આ ઘરેલુ નુસ્ખા જે બનાવી શકે છે તમને બે દિવસમાં ગોરા.
બેકિંગ સોડા - બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. આને ચેહરા પર 15 મિનિટ માટે લગાવો. આ પેસ્ટને ચેહરા પર લગાવતા પહેલા મોઢાને ફેસ વૉશથી ધોઈ લો.
દૂધ-કેળા - પાકેલા કેળાને થોડાક દૂધ સાથે પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચેહરો ધોઈ નાખો.