Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટિપ્સ - સૌથી સુંદર બનવા માટે અપનાવો આ 7 ઉપાય

બ્યુટી ટિપ્સ - સૌથી સુંદર બનવા માટે અપનાવો આ 7 ઉપાય
, મંગળવાર, 30 જૂન 2015 (12:20 IST)
દોડભાગ અને પ્રદૂષણના સમયમાં આદતો અને તણાવ આપણુ લુક બગાડી રહ્યુ છે. પણ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ ઉણપોથી બચી શકાય છે. 
 
વારેઘડીએ ચેહરાને અડો નહી.. 
 
દિવસભરમાં હાથ અનેકવાર બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. જ્યારે આપણે ચેહરાને હાથ વડે અડીએ છીએ તો બેક્ટેરિયા અને ગંદકી ત્વચાને ખરાબ કરે છે. આવુ કરવાથી બચો અને હાથને સમય સમય પર ધોતા રહો. ફેશિયલ સ્ક્રબ કે ટુવાલથી રગડીને આપણે વિચારીએ છીએ કે ત્વચા સાફ થઈ ગઈ. જ્યારે કે હકીકત એ છે કે આવુ કરીને આપણે ત્વચાને નુકશાન પહોંચાડીએ છીએ. અઠવાડિયામાં એકવાર ડેડ સેલ્સની પરત હટાવવાથી ચેહરો સાફ થઈ જાય છે. 
webdunia
ખીલ-ફોલ્લીઓને અડો નહી 
 
ખીલ ફોલ્લીઓ અને દાણાને જાણતા-અજાણતા અડવાથી આ ફેલાય છે અને ત્વચા પર કાળા દાગ થઈ જાય છે. 

વ્યાયામ પછી નહાવુ 
webdunia
જ્યારે આપણે ઘરની બહાર બગીચા કે મેદાનમાં કસરત કરીએ છીએ તો પરસેવામાં બહારનુ પ્રદૂષણ શરીરને ચોટી જાય છે. તેથી કસરત કરવાના અડધાથી પોણા કલાક પછી સ્નાન જરૂર કરો. 

સારી ઉંઘ લો 
webdunia
પૂરતી અને ગાઢ નીંદ લેશો તો તન અને મન તણાવથી બચશે. અર્લી ટૂ બેડ એંડ અર્લી ટૂ રાઈઝ મંત્ર ત્વચાને પણ ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે અને વધતી વયનો એહસાસ ત્વચા પર નથી થવા દેતા. 

હેયરકટમાં સાવધાની 
webdunia
જો હેયરકટથી વાળ તમારા માથા કે ગાલ પર રહે છે તો સાવધાન થઈ જાવ. આ તમારે ત્વચાના છિદ્રોને ઢાંકી રહ્યા છે. 

કશ લગાવવુ છોડી દો 
webdunia
સ્મોકિંગથી કેંસરનો ખતરો વધી જાય છે. એટલુ જ નહી આ આદત ત્વચા માટે પણ ખતરનાક છે. સ્મોકિંગ કરવાથી ત્વચાને ઓછુ ઓક્સીજન મળે છે અને આ સૂકવા માંડે છે. હોઠ કાળા પડી જાય છે. તેથી સ્મોકિંગથી તૌબા કરો. 

વારેઘડીએ ઉત્પાદ ન બદલો 
webdunia
રાતોરાત ચમત્કારની આશામાં મોટાભાગના લોકો સ્કિન કેયર ઉત્પાદ વારેઘડીએ બદલતા રહે છે.  દરેક ઉત્પાદમાં નવુ કોમ્બિનેશન અને નવા કેમિકલ્સ હોય છે. ત્વચા ઉત્પાદને વારેઘડીએ બદલવાથી અપેક્ષિત લાભ તો નથી મળતો પણ ત્વચા પર દાગ ધબ્બા અને ખીલ જરૂર થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati