Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવી રીતે લેશો બ્રાનો યોગ્ય માપ

કેવી રીતે લેશો બ્રાનો યોગ્ય માપ
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (14:35 IST)
step to measure bra size 
 
જો તમે પહેલી વાર બ્રા ખરીદવા જઈ રહ્યા છો કે તમારા સ્તનનો માપ બદલાય ગયો છે કે પછી  એના માટે ચિંતિત છો કે કયાં માપની બ્રા ખરીદો તો આ વાતો માટે પરેશાન થવાને બદલે અને અંદાજ લગાવીને  બ્રા ખરીદવાને બદલે  ઘરે જ થોડુ  હોમવર્ક કરી લો. તમારા સ્તનનો સટીક માપ લો જેનાથી તમારી બ્રા તમને બિલ્કુલ યોગ્ય બેસે. આ લેખ તમને તમારા બ્રાની સાઈઝ માપવા માટે ટીપ્સ બતાવીશુ.  જેથી તમને  તમારી બ્રાની  સાઈઝ અને બ્રાનો કપ સાઈજ માટે સાચો માપ મળશે. 
સ્તનના સાઈઝનું  માપ અને  બ્રાનો કપ સાઈઝ જાણવો એ માટે  જરૂરી છે કારણ કે આજકાલ બજારમાં વિભિન્ન સ્ટાઈલના વિભિન્ન કંપનીઓના ઉત્પાદ ઉપલબ્ધ છે અને બધા નંબર કે સાઈઝ માપ જુદા હોય છે. કપ સાઈજનો માપ જુદો હોય છે  જે તમારા સ્તનોને સુંદર અને સુડોલ બતાડવા  માટે જરૂરી છે. 

 
 
જુદા-જુદા સ્ટાઈલની બ્રા પહેરીને જોવાથી તમને પોતે અનુભવ થઈ જશે કે કઈ બ્રા સૌથી સારી રીતે તમારી બ્રેસ્ટ સાઈજ મુજબ ફિટ થઈ રહી છે સાથે જ બ્રા તમારા કપડાના અંદરથી સારી લાગી રહી છે. જો તમને બ્રા સાઈઝ તમારા ઘરે જ માપવામાં વધારે સરળ અનુભવ કરો છો તો નીચે લખેલા સ્ટેપ્સ અજમાવીને તમારી ચેસ્ટ સાઈજ કે વક્ષ સાઈઝની વિશે જાણી શકો છો 

વક્ષ સાઈજ માપવાની રીત - તમારા વક્ષના નીચે કપડા માપવાની ટેપ લપેટો જેથી ટેપનો છેડો વક્ષના નીચે થતા પીઠ પરથી થઈને પરસ્પર મળી જાય. હવે ટેપ પર જેટલો નંબર આવે એમાં 5 Add કરો. ઉદાહરણ માટે તમારા વક્ષનો ટેપના હિસાબથી નાપ છે 27 હવે એમાં +5 કરીએ  તો આ આવશે 32 એટલેકે તમારા બ્રાનો સઈજ છે 32 . 
 
webdunia
બ્રા કપ સાઈઝ માપવાની રીત - તમારા વક્ષને સૌથી મોટો કે વક્ષના સૌથી વધુ ઉભાર વાળો માપ લેશો જેને બસ્ટલાઈન કહે છે. એની માપ લેતા સમયે હાથ એકદમ નીચે હોવા જોઈએ. તમારા બસ્ટલાઈનની માપ તમારા બ્રા ચેસ્ટ સાઈજ માપથી વધારે હશે. તમારા બ્રા ચેસ્ટ સાઈજ માપ અને બસ્ટલાઈનની માપનું  અંતર જ 
તમારા બ્રા કપ સાઈજ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?