rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્કીન કેર - ત્વચાને પુષ્પ જેવી કોમળ બનાવો

સ્કીન કેર - ત્વચાને પુષ્પ જેવી કોમળ બનાવો
કોઈએ સાચું જ કહ્યું છે કે ‘પ્રિવેન્શન ઈઝ બેટરધેન કયોર’. કયારેય કોઈ સમસ્યા ઉદ્ભવે તે પૂર્વે જ જો તેનો ઉપાય કરી લેવામાં આવે તો આવી સમસ્યા કયારેય નડતી હોતી નથી. આપણા શરીરને હવામાનની થતી અસરોનું પણ એવું જ છે. જેમ ઠંડી લાગે ત્યારે આપણે બ્લેન્કેટ ઓઢી લઈએ છીએ અને વરસાદ આવે ત્યારે રેઈનકોટ કે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે શરીરને થતાં જુદા જુદા રોગનું પણ જો પ્રારંભે જ નિદાન કરવામાં આવે તો શરીર રોગમુકત અને તંદુરસ્ત રહે છે. ઈશ્ર્વરે આપણા શરીરને ત્વચા એટલે કે સ્કીનના નામનું સુંદર આવરણ આપેલું છે. આંતરિક સુંદરતાને કોઈ નજરે નિહાળી શકતું નથી પરંતુ બાહ્ય સુંદરતા સૌની નજરે ચડતી હોય છે પરંતુ જો આપણી સ્કીનમાં ડાઘ હોય કે ચાઠા પડી ગયા હોય તો તે ઘણી વખત આપણને શરમજનક સ્થિતિમાં પણ મુકતા હોય છે.
 
‘ચંદન સા બદન..., કયા ખૂબ લગતી હો... વગેરે ગીતોની પંક્તિની જેમ આજનાં યુવાધનને પણ સૌંદર્યથી એવું છલકાવું ગમે છે, કે જાણે દર્પણ પણ શરમાઈ જાય... પણ... સુંદરતામાં ખીલ, ખરબચડી ત્વચા, કાળા ધબ્બા, આંખનાં કુંડાળા, કરચલી... જેવી સમસ્યા ચાંદ જેવા દેખાવમાં ગ્રહણ લગાવે છે. આજનાં સમયમાં આંતરિક સાથે બાહ્ય દેખાવ પણ આવશ્યક બની રહે છે. જો આ સમસ્યા ખાસ કરીને મુગ્ધાવસ્થામાં શ થાય તે પૂર્વે જ તકેદારી રાખવામાં આવે તો... આ વિચાર સાથે ‘આજકાલ’ દ્વારા શ કરાયેલી હેલ્થ કોલમમાં આજે શહેરનાં ખ્યાતનામ ડો. પી.એમ.રામોતીયા આજનાં યુવાધન અને લોકોને ઉપયોગી માર્ગદર્શન અને ઉપાયો સૂચવશે.
 
સૌ પ્રથમ તો સમસ્યાને જાણીએ
 
* આજની બદલાતી જીવનશૈલીમાં લોકોમાં ખોરાક માટે અનિયમિતતા, થાક, હોર્મોન્સ અસંતુલન, બેઠાડું જીવન, જંકફુડ, વધુ પડતા કોસ્મેટીકનો ઉપયોગ આ બધા પરિબળોને લીધે તણા કે મુગ્ધા અવસ્થામાં ખીલ, ખીલનાં ડાઘ, ખીલનાં ખાડા, મોં કે શરીર પર ંવાટી, નાની વયે કરચલી, ચહેરા ઉપર દાઝ, આંખની આજુબાજુ કુંડાળા, મોંની આસપાસ કાળા ડાઘ, તલ, ગમા, સફેદ દાગ, સફેદ વાળ, ખરતા વાળ ઉપરાંત પગ અને હાથમાં કપાસી સહિત સમસ્યાઓ ઉદ્ભવે છે. આ મૂંઝવણમાંથી મુક્તિ તો ચોક્કસ મળી શકે છે પરંતુ હજારો-લાખો પિયાનો ધુમાડો કયર્િ બાદ સારવાર થઈ શકે પરંતુ જો તેનાં કરતાં સમસ્યા ઉત્પન્ન થાય તે પૂર્વે જ ધ્યાન રાખવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ ઉભા થતાં નથી.
 

સમસ્યાનાં સંકજામાં સપડાય તે પૂર્વે શું કરવું જોઇએ?

ખીલ 
ખીલ, ચહેરાને સુંદરતાને કુપવામાં બદલાવે છે. કોઈપણ બાળક તણાવસ્થામાં પ્રવેશે ત્યારે હોર્મોન્સમાં થતાં ફેરફાર, તૈલીય આહાર, જંકફુડ, કેક, ચોકલેટ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ ઘી, પ્રદુષણયુકત વાતાવરણથી ખીલ થાય છે આથી ખીલથી બચવા સૌ પ્રથમ તો પાણીનો વધુ પડતો ઉપયોગ, દરરોજ આઠથી દશ વખત સારી અને ઉચ્ચ ગુણવત્તાયુકત ફેશવોશથી ચહેરો સાફ કરવો, ચહેરા પરથી વધારાનું ઓઈલ દૂર કરવું, કયારેક વારસાગત ઓઈલી સ્કીન પણ હોઈ શકે. આથી આ પ્રકારની સમસ્યા હોય તો ઓઈલને વારંવાર ચહેરા પરથી દૂર કરવું જોઈએ, પણ હા, ઘરગથ્થું ઉપચાર કરી નીતનવા નુસખા અપ્નાવવા ન જોઈએ.
જો ખીલ થાય તો કયારેય ખીલને ફોડવા નહીં કારણ કે, તેનાથી ચહેરા ઉપર ખીલનાં ડાઘ અને ખાડા રહી જવાની શકયતા રહે છે.
 
ત્વચામાં કરચલી !
 
ચકચકિત ચહેરા પર સૌથી મોટો શત્રુ છે કરચલી, કરચલીઓને કારણે અકાળે વ્યક્તિ વયોવૃધ્ધ જેવો દેખાય છે. કરચલીઓનું સૌથી મોટું કારણ ડ્રાય સ્કીન અને તનાવ છે. ડ્રાય સ્ક્રીનને લીધે જલદીથી કોમળ ત્વચા મુરઝાઈ જાય જાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યાનો પ્રકાર વધુ જોવા મળે છે. નાજુક, સંવેદનશીલ અને કોમળ ત્વચા હોવાથી જલદીથી મહિલાઓની સ્કીનમાં કરચલીઓ થાય છે. આ માટે જો ડ્રાય સ્કીન હોય તો થોડી-થોડી વારે સ્કીન પર મોઈશ્ર્ચ્યુરાઈઝર લગાવવું, તડકાથી ચહેરા અને હાથને રક્ષણ આપવું જેથી કરચલી જલદીથી આવશે નહીં.
 
ઋતુ મુજબ સ્કીન સમસ્યા
 
શિયાળામાં સુકી ચામડીનાં લીધે ચામડીનાં રોગ ઉત્પન્ન થતા હોય છે આવી સ્થિતિમાં સ્કીન ઉપર સતત મોઈશ્ર્ચ્યુરાઈઝર લગાવવાથી રાહત મળી શકે છે..
* ઉનાળામાં ગરમી અને તાપથી ફંગલ, બેકટેરિયલ, વાયરલનાં લીધે ફંગલ ધાધર, ચાઠા, ગોળ-ચકામા તથા ચેપી રોગ જેવા કે ચીકન પોકસ, ખરજવાથી દૂર રહેવા દિવસમાં બેથી ત્રણ વખત સાબુથી ઘસીને નહાવું, પસીનો ન વળે તેનું ધ્યાન રાખવું, સુતરાઉ વસ્ત્રો પહેરવા.
* ચોમાસામાં પણ ફંગલ ન થાય તે માટે તકેદારી રાખવી. તદઉપરાંત વરસાદમાં ભીના થયાં હોય તો શરીરને શુધ્ધ પાણીથી સાફ કરી કોરા વસ્ત્રો પહેરવા જોઈએ જેથી ચેપીરોગ અને ફંગલથી દૂર રહી શકાય.
* વિટામીનની ઉણપ અને લીલા શાકભાજીનાં ઓછા ઉપયોગથી બાળકોનાં પેટમાં કૃમિ થાય છે. જેને કારણે ચહેરામાં કરોળીયાના દાગ દેખાય છે. આથી બાળકોને લીલા શાકભાજી વધુ ખવડાવવા જોઈએ સાથોસાથ મોટેરાઓએ પણ ખોરાકમાં વિટામીનયુકત વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ.
જયારે શરીરના મેલીનનકલનો નાશ થાય ત્યારે એ સફેદ દાગમાં પરિવર્તીત થાય છે. આ પ્રકારના સફેદ દાગ વારસાગત હોય છે.
જો આ દાગની સમસ્યા ઉભી થાય તો તેની સારવાર પણ ઉપલબ્ધ છે. જો આવી વ્યક્તિ ત્વચાની યોગ્ય સારસંભાળ લે તો ઘણો ફાયદો થઈ શકે છે. ખીલ, કરચલી માટે કે ખીલના ડાઘ, ખાડા, કેમિકલ પીલીંગ, માઈક્રોડમર્બ્રિેઝન જેવી આધુનિક સારવાર થઈ શકે છે. આ ટ્રીટમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરાવી શકે છે. કેમિકલ પીલીંગ કરાવતાં પહેલા દસથી પંદર દિવસ ફેઈસ પર ક્રિમ લગાડવામાં આવે છે પછી કેમિકલ પીલીંગની અસર થાય છે. કેમિકલ પીલીંગએ સૌથી સરળ અને ઓછી ખચર્ળિ પધ્ધતિ છે. કપાસી અને મસાની લેસર દ્વારા સારવાર થઈ શકે છે. આ ઉપરાંત ચહેરા ઉપરના દાગ, કુંડાળા અને કાળા ડાઘ માટે લેસર અને પીલીંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીં કહેવાનો સીધો સાદો અર્થ એટલો જ છે કે ચહેરા ઉપર કે શરીરના કોઈપણ ભાગમાં ત્વચામાં ડાઘ પડયા હોય તો તેનાથી કોઈએ ગભરાવાની જર નથી. આ પ્રકારના ડાઘ ભવિષ્યમાં વકરે નહીં તે માટે તબીબની યોગ્ય સલાહ લઈને તેનું નિવારણ કરી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati