Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેયર ટિપ્સ - ખરતા વાળ રોકવા માટે કેટલાક દેશી નુસ્ખા અપનાવી જુઓ

હેયર ટિપ્સ  - ખરતા વાળ રોકવા માટે કેટલાક દેશી નુસ્ખા અપનાવી જુઓ
, બુધવાર, 8 એપ્રિલ 2015 (14:09 IST)
ચેહરાની સુંદરતા માટે વાળનો ગ્રોથ અને વાળ નિરોગી  હોવા ખૂબ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ, અસંતુલિત દિનચર્યા અને ખાવા પીવા પ્રત્યે બેદરકારી વાળને નબળા કરે છે. જેથી આજે મોટાભાગના યુવા વાળ ખરવાથી પરેશાન છે. કેટલાક ઘરેલુ ઉપાયોથી વાળ ખરતા બંધ કરી શકાય છે. 
 
1. ગરમ જૈતૂનના તેલમાં એક ચમચી મઘ અને એક ચમચી તજનો પાવડર નાખી તેનુ પેસ્ટ બનાવો. ન્હાતા પહેલા આ પેસ્ટ વાળની જડમાં લગાવો  અને થોડા સમય પછી વાળને ધોઈ લો. આનાથી વાળ ખરતા ઘટી જશે. 
2. અઠવાડિયામાં એકવાર તમારા વાળની રોજમેરી ઓઈલથી મસાજ કરો. તેનાથી વાળ મજબૂત થાય છે. 
3. જવાકુસુમની પાનને થોડા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથાની ત્વચા અને વાળ પર લગાવો. તેનાથી વાળ વધે છે અને વાળનો ગ્રોથ પણ થાય છે. 
4. વાળ ધોતા પહેલા વાળની જડમાં મધ લગાવો. વાળ ખરતા બંધ થઈ જાય છે. 
5. થોડા લીંબૂના રસને દહીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. નહાતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઈ લો. વાળ ખરવા ઓછા થઈ જશે. 
6. ગ્રીન ટીના નિયમિત સેવનથી વાળને ખરતા સહેલાઈથી રોકી શકાય છે. 
7. લીમડાના અને બોરના પાનને વાટી લો. આ પેસ્ટમાં લીંબુ નાખી વાળમાં લગાવો વાળ ખરતા બંધ થઈ જશે. 
8. સરસિયાના તેલમાં મેહંદીન પાનને ગરમ કરો. ઠંડુ કરી તેલ વાળમાં લગાવો. તેનાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. 
9. વાળને ધોવાના એક કલાક પહેલા વાળમાં ઈંડુ લગાવો તેનાથી વાળ મજબૂત થાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati