Publish Date: Sat, 06 Jun 2015 (14:28 IST)
Updated Date: Sat, 06 Jun 2015 (14:47 IST)
ભારતમાં દીવાલો અને ઝાડ પર પુરૂષોને પેશાબ કરતા જોવા એક સામાન્ય વાત છે. સ્થિતિ કેટલી પણ દબાણ ભરેલી હોય પણ સ્ત્રીઓ પાસે આ વિકલ્પ નથી થતો. ક્યારેય તો સાર્વજનિક ટૉયલેટ શોધવાની મહેનત અને જો ટોયલેટ મળી પણ જાય તો તેનો ઉપયોગ કરવાની હાલતમાં નથી હોતા.
આવામાં મહિલાઓ પાસે બે વિકલ્પ બચે છે - ખુદને કલાકો સુધી કંટ્રોલ કરો કે પછી એવા ગંદા શૌચાલયોનો ઉપયોગ કરો અને સંક્રમણનું સંકટ લો.
ટોયલેટ સીટથી બચાવ - પણ હવે મહિલાઓ પાસે ત્રીજો વિકલ્પ છે. પી-બડી. આ એક એવી કિટ છે જેનો ઉપયોગ મહિલાઓ ઉભા રહીને પેશાબ કરવા માટે કરી શકે છે.
આ કિટને પહેલીવાર ભારતમાં બનાવનારા બિઝનેસમેન દીપ બજાજે બીબીસીને જણાવ્યુ, 'આ એક નળી જેવી કિટ છે જેના ઉપયોગ કરી મહિલાઓ ઉભી થઈને પેશાબ કરી શકે છે. જેના ઉપયોગ પછી મહિલાઓ તેને ફેંકી શકે છે. મતલબ તેમણે ગંદી ટૉયલેટ સીટ પર બેસવાની જરૂર નથી.
ઈન્ફેક્શનનુ સંકટ - ભારતમાં ગંદી ટૉયલેટ ઉપયોગ કરવાને કારણે હજારો મહિલાઓને યૂરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન મતલબ યૂટીઆઈ હોય છે. પણ પી-બડી ફક્ત આ ઈન્ફેક્શનનુ જ સમાધાન નથી પણ ગર્ભવતી મહિલાઓ અને એ મહિલાઓ માટે પણ ઉપયોગી છે જે આર્થરાઈટિસ મતલબ ઘૂંટણમાં દુ:ખાવાને કારણે પેશાબ કરવા માટે નીચે બેસી નથી શકતી.
દીપ બજાજનુ કહેવુ હતુ, 'ફક્ત સાર્વજનિક શૌચાલય જ નહી ક્યારેય ક્યારેક રેસ્ટોરેંટનુ ટૉયલેટ પણ ગંદા જોવા મળે છે. આજકાલની મોર્ડન મહિલાઓ કામના પ્રક્રિયામાં ખૂબ સફર કરે છે. ભલે તે ટ્રેનની લાંબી યાત્રા હોય કે હવાઈજહાજની નાની યાત્રા. સાર્વજનિક ટૉયલેટથી ઈન્ફેક્શન લાગવાનો ખતરો મહિલાઓને રહે જ છે.'
પશ્ચિમી દેશોમાં પી-બડી જેવી કિટ સહેલાથી મળી જાય છે. પણ ભારતમાં આ પહેલીવાર લાવવામાં આવી છે અને હવે પી-બડી કેટલાક સ્ટોર્સમાં અને ઓનલાઈન પણ મળી રહેશે.
પુરૂષોથી ઈર્ષા - આને ઉપયોગ કરનારી મહિલાઓનુ કહેવુ છે કે આ પ્રોડક્ટ તેમને માટે એક રાહત બનીને આવ્યુ છે. મુંબઈમાં રહેનારી હની બજાજે બીબીસીને જણાવ્યુ, "ભારતીય મહિલાઓને દરેક સ્થિતિમાં સમજૂતી કરવાની આદત બની ગઈ છે. આપણે ગંદા ટોયલેટનો મજબુરીથી ઉપયોગ તો કરે છે પણ આઈડિયાથી. આપણે વેસ્ટર્ન ટૉયલેટમાં હવામાં જ થોડા નમીને જ ખુદને હળવી કરી લે છે. પી-બડીના આવવાથી હવે એ પરેશાની પણ દૂર થઈ ગઈ છે અને સાથે જ હવે મને કોઈ બીમારી કે ઈંફેક્શન થવાનો કોઈ ભય નથી."
બીજી બાજુ પી-બડી યૂઝર જીના ચતવાલે હસતા કહ્યુ કે મે એક સેલ્સ મહિલા છુ અને મારી રોજ ની સૌથી મોટી સમસ્યા આ જ છે કે હુ પેશાબ કરવા ક્યા જાઉ. હુ હંમેશા મારા પુરૂષ મિત્રોને કહેતી હતી કે મને તેમનાથી ઈર્ષા થાય છે કારણ કે તેમની જીંદગીમાં આ કોઈ મુશ્કેલી નથી. પણ હવે હુ પણ તેમની જેમ ખુદને હળવી કરી શકુ છુ.'
મતલબ ઉભા થઈને પેશાબ કરવાની આઝાદી હવે ફક્ત પુરૂષોની પાસે જ નહી પણ મહિલાઓ પાસે પણ છે. પણ હા.. ફરક એટલો જ છે કે કેટલાક પુરૂષો શૌચાલયોને બદલે દીવાલોને પોતાનો શિકાર બનાવે છે.