લગ્નનું પ્રતિક છે મંગળસૂત્ર - મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. સ્ત્રી તેને પોતાના પતિનો પ્રેમ માની હૃદયથી લગાવી રાખે છે. સ્ત્રીઓ મંગળસૂત્રને ત્યારેજ પોતાનાથી અલગ કરે છે . જ્યારે તેનો પતિ સંસારમાં ના હોય કે બન્ને વચ્ચે સંબંધ તુટી ગયા હોય ત્યારે જ મંગળસૂત્ર ધારણ કરતી નથી.
મંગળસૂત્ર ધારણ કરવાના નિયમ ક્યારથી ? મંગળસૂત્ર ધારણ કરવાનો નિયમ ક્યારેથી ચાલે છે એ તો નિશ્ચિત રૂપથી ન કહી શકાય પણ એવું માનવું છે કે મંગળસૂત્ર ધારણ કરવાનો નિયમ વૈદિકકાળથી ચાલી રહ્યો છે, અને લોકોની આમા મોટી આસ્થા પણ છે. મંગળસૂત્રમાં ચમત્કારી ગુણો પણ રહેલા છે.
મંગળસૂત્રમાં કાળા મોતીનુ રહસ્ય
લગ્ન સમયે સૌની નજર વધુ પર હોય છે જેથી તેને નજર લાગવાનો ભય રહે છે. મંગળસૂત્રમાં પરોવેલા કાળા મોતી કાળ એટલે કે અશુભ શક્તિથી દૂર રાખે છે.
મંગળસૂત્ર ખરાબ દૃષ્ટિથી પણ બચાવે છે. એવી માન્યતા ને કારણ પણ લગ્ન સમયે વધુને મંગળસૂત્ર પહરાવવામાં આવે છે.
મંગળસૂત્રના વિશે એવી પણ ધારણા છે કે આનાથી પતિ ઉપર આવતી મુશ્કેલી પણ દૂર થઇ જાય છે.
મંગળસૂત્ર પર બનેલા નિશાન - મંગળસૂત્રમાં સોનાનુ પેંડલ લાગેલું હોય છે શાસ્ત્રો પ્રમાણે સ્વર્ણ ધારણ કરવાથી શરીર શુદ્ધ થાય છે. સ્નાન વખતે સોનાનો સ્પર્શ કરીને જે પાણી શરીર ઉપર પડે છે તેનાથી પાપોથી છુટકારો મળે છે.
મંગળસૂત્રમાં જો મોરનું નિશાન બનેલ હોય તો તે પતિના પ્રત્યે પ્રેમનું પ્રતિક માન્ય છે પેંડલ પર કેટલાક અન્ય ચિન્હ પણ હોય છે જે ખરાબ દૃષ્ટિથી પણ બચાવે છે.શનિ અને ગુરૂ નો સંબધ મંગળસૂત્રથી - જયોતિષશાસ્ત્ર પ્રમાણે સોનું ગુરુને પ્રભાવિત કરે છે ગુરુ ગ્રહ વૈવાહિક જીવનમાં ખુશાલ, સંપત્તિ અને જ્ઞાનનું કારક મનાય છે.
ગુરુ ધર્મનો કારક ગ્રહ પણ છે કાળો રગ શનિનો પ્રતિક માનવામાં આવે છે શનિ સ્થાયિત અને નિષ્ઠ્નો કારક ગ્રહ છે. ગુરૂ અને શનિની વચ્ચે સમ સંબંધ હોવાને કારણે મંગળસૂત્ર વૈવાહિક જીવનમાં સુખ અને સ્થાયિત્વ લાવનાર ગ્રહ માનવામાં આવે છે