Publish Date: Fri, 15 May 2015 (16:49 IST)
Updated Date: Fri, 15 May 2015 (17:02 IST)
જો તમે તમારા પરિણીત જીવનમાં મીઠાસ લાવવા ઈચ્છો છો તો એ જરૂરી નથી કે કોઈ મોટા પગલા જ લેવા . ક્યારે-ક્યારે કોઈ નાના-મોટા કામ પણ સંબંધોમાં ગર્માહટ લાવી શકે છે. લગ્ન પછી દંપતિ એક-બીજા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવા માટે ઘણા ઉપાય કરે છે.
એમાં સરપ્રાઈજ ગિફ્ટ પણ શામેલ છે.
પણ એ જરૂરી નથી કે પ્રેમ દર્શાવવા માટે તમે એના માટે ખરીદી જ કરો . ઘણી વાર રોજના સાધારણ કામ પણ પ્યાર વધારવા માટે મદદગાર સિદ્ધ થાય છે .
એ કોઈ વર્કિંગ વુમન હોય કે કોઈ હાઉસવાઈફ , દરેક કોઈની ઈચ્છા હોય છે કે રોજબરોજના કામમાં પતિ એમના સાથ આપે. દરેક કામ નહી , પણ એક કપ ચા તો બનાવીને પીવડાવીએ , ધારોકે કોઈ મહિલા બેડ પર સૂતી હોય અને એના પતિ હાથમાં ગરમ ચા નો કપ લઈને હાજેર થઈ જાય , તો તેને કેટલી ખુશી થતી હશે. એવા ઘણા કામ તમે પોતે પણ વિચારી શકો છો. તો હવે મોડું કઈ વાતનું સંબંધોમાં મધુરતા લાવવા માટે થઈ જાવ તૈયાર