Publish Date: Mon, 18 Jan 2016 (00:32 IST)
Updated Date: Mon, 16 Jan 2017 (13:55 IST)
યુવાઓમાં પિંપલની સમસ્યા સામાન્ય હોય છે દિવસભરમાં જ્યારે તમે સ્કીનની સંભાળ નથી કરી શકતા ત્યારે પિંપલ તમારા ચેહરાની ખૂબસૂરતી બગાડી નાખે છે અને આ ઠીક થયા પછી ચેહરા પર ડાઘ છોડી જાય છે. અમે તમને જણાવી રહ્યા છે એક રાતમાં પિંપલના જિદ્દી ડાઘથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.
બરફથી દૂર થશે પિંપલના જિદ્દી ડાઘ
બરફના ક્યૂબને જો તમે પિંપલ પર લગાડી ધીમે-ધીમે શેક કરશો તો આથી એ સ્થાનનું બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપથી વધશે. જેથી રાતભરમાં ડાઘ ઓછા થઈ જશે. આનો તમે સતત તમારા ફેસ પર ઉપયોગ કરી શકો છો. જેથી તમને એક્નેની સમસ્યાથી મુક્તિ મળી જશે.