Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hair care tip - શિયાળામાં વાળની કેયર માટે શુ કરશો ?

Hair care tip - શિયાળામાં વાળની કેયર માટે શુ કરશો ?
દહીં ખાવાથી માત્ર સ્વાસ્થ્ય જ સારું નથી રહેતું પણ તે તમારા માથાના વાળમાં પણ જીવ સીંચી શકે છે. જો તમે બજારમાં મળી રહેલી હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરવા ઇચ્છો છો તો દહીંનો ઉપયોગ તમને સૌથી સારું રિઝલ્ટ આપશે. આના ઉપયોગથી વાળ કોમળ, રેશમી અને મજબૂત બને છે. સાથે શિયાળામાં થતાં ડેન્ડ્રફથી પણ છુટકારો મળે છે. અહીં દહીંના કેટલાંક ઉપયોગ વિષે માહિતી આપવામાં આવી છે જેનાથી તમે વાળની દેખરેખ કરી શકશો.

1. હંમેશા શિયાળામાં લોકોને ખોડાની ફરિયાદ રહે છે, તેને દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો.

2. નહાતા પહેલા હંમેશા વાળ અને સ્કાલ્પ પર દહીં લગાવો. જો તમારા વાળ ડ્રાય હશે તો આમ કરવાથી તે કોમળ થઇ જશે.

3. દહીંને સારી રીતે એકરસ કરી લો અને તેને તમારા વાળ અને માથાની ત્વચા પર લગાવો. અડધા કલાક બાદ હુંફાળા પાણીથી યોગ્ય રીતે ધોઇ લો. આમ કર્યા બાદ જો તમને શેમ્પૂ કરવાની જરૂર લાગે તો શેમ્પૂથી ધોઇ લો.

4. શિયાળામાં દહીં અને મધ મિક્સ કરીને વાળમાં લગાવો. અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખો જેનાથી વાળનો ભેજ યથાવત રહેશે અને વાળ ઉતરતા રોકાશે.

5. દહીંને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં થોડું મધ પણ નાંખી શકો છો.

6. જો તમારે તમારા વાળને જડથી મજબૂત બનાવવા છે અને તેનો ગ્રોથ વધારવો છે તો દહીંની સાથે ઈંડુ મિક્સ કરી વાળમાં લગાવો. આને લગાવવાની યોગ્ય રીત એ છે કે વાળને વચ્ચે વચ્ચેથી ભાગ કરી ખુલ્લા સ્થાન પર આ પેસ્ટ લગાવવામાં આવે. આ પેસ્ટને લગભગ અડધો કલાક માથા પર રહેવા દો અને બાદમાં શેમ્પૂથી ધોઇ લો.

7. કેળાને દહીં સાથે મિક્સ કરો અને માથા પર અડધો કલાક રહેવા દો. સામાન્ય ગરમ પાણીથી શેમ્પૂ કરી વાળ ધોઇ લો.

ઉપરની કોઇપણ રીતના ઉપયોગથી વાળને લગતી સમસ્યામાં તમને રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati