Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોશો તો ખોળો થઈ જશે છૂમંતર !!

શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોશો તો ખોળો થઈ જશે છૂમંતર !!
, શનિવાર, 13 નવેમ્બર 2021 (11:34 IST)
ખોળો એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન જ રહે છે. જેનાથી શરમનો અનુભવ તો થાય જ સાથે જ ખોળો જલ્દી પીછો છોડવાનુ નામ જ લેતો નથી.  ડ્રૈડંર્ફને દૂર કરવા માટે માર્કેટમાં અનેક જાતના પ્રોડક્ટ પણ મળે છે. જેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. આ પ્રોડક્ટ કેટલીક હદ સુધી સારા પણ હોય છે. પણ તેમની સાઈડ ઈફેક્ટ પણ હોય છે. પણ તમારા ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ મળી જશ્સે. જેનો ઉપયોગ કરીને તમે સહેલાઈથી વાળના ખોળામાંથી છુટકારો મેળવી શકો છો અને તેનુ કોઈ નુકશાન પણ નહી થાય. 
 
જો તમે ખોળાને દૂર કરવા માટે બધી રીત અપનાવીને જોઈ ચુક્યા છો અને કોઈ અસર તમને જોવા નથી મળી રહી તો આ એક રીત અપનાવો.. 
 
- તમારા શેમ્પૂમાં ચપટી મીઠુ નાખો અને તેને તમારા વાળના સ્કૈલ્પ પર લગાવો 
- પછી 5 થી 10 મિનિટ સુધી તેને તમારા સ્કૈલ્પ પર હળવા હાથે મસાજ કરતા રહો.  ત્યારબાદ તમારા વાળ ધોઈ લો. 
- વાળમાં મીઠુ ન રહી જાય તેથી થોડો વધુ શેમ્પૂ લગાવીને વાળને સારી રીતે ધોઈ લો. કારણ કે વાળમાં મીઠુ રહી જશે તો વાળને નુકશાન થશે અને વાળ ખરવા માંડશે. તેથી વાળમાંથી મીઠુ એકદમ સાફ કરી લો. 
- મીઠાની સખત બનાવટ ડેડ સ્કિનને સાફ કરી નાખે છે અને ડ્રૈંડર્ફને દૂર કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chia Seeds- ચિયા બીયાંને આ રીતે ડાઈટમાં કરી શકો છો શામેલ