Publish Date: Fri, 13 May 2016 (13:00 IST)
Updated Date: Fri, 13 May 2016 (13:58 IST)
ગોરો રંગ દરેક મેળવવા ઈચ્છે છે. આજકાલ પોતાના વ્યસ્ત સમયમાંથી પાર્લર જવુ વધુ મોંઘુ ફેશિયલ કરાવવુ દરેકના ગજાની વાત નથી. આજે અમે તમને ગોરા રંગ કરવાના કેટલાક ઘરેલુ પેક વિશે બતાવીશુ. જેનાથી તમારી ત્વચા નિખરી જશે. તમે થોડાક જ દિવસોમાં સ્વસ્થ, સુંદર, ચમકદાર અને ગોરી ત્વચા મેળવી શકો છો.
1. મધ અને બદામ - રાત્રે થોડી બદામ પલાળીને મુકી દો. સવારે તેને વાટીને તેમા મઘ નાખો. તેને રોજ ફેસ પર લગાવો
2. હળદર - હળદર પાવડરમાં બેસન મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 10 મિનિટ ચહેરા પર લગાવો. પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ નાખો.
3. ચંદન - ચંદનના પાવડરમાં લીંબૂ અને ટામેટાનો રસ મિક્સ કરો. આ પેકને તમારા ચેહરા અને ગરદન પર સારી રીતે લગાવો. થોડી વાર પછી ઠંડા પાણીથી ધોઈ લો.
4.ચારોળી - ચારોળી પાવડર, હળદર, મધ, લીંબૂનો રસ અને ગુલાબ જસ નાખીને પેસ્ટ બનાવી લો. આ પેકને અઠવાડિયામાં બે વાર ચેહરા અને ગરદન પર લગાવવાથી ચહેરાનો રંગ નિખરી જાય છે.
5. મસૂર દાળ - મસૂરની દાળનો પાવડર બનાવી લો. તેમા લીંબૂનો રસ, દૂધ અને ઈંડાની જર્દી મિક્સ કરી લો. તેને ચેહરા પર રોજ લગાવો.
6. કેસર - ક્રીમમાં કેસર અને દહી મિક્સ કરી લો. સૂક્યા પછી ધોઈ લો. થોડાક જ દિવસોમાં તમારી ત્વચા નિખરી જશે.