Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે પ્રકારની હોય છે સન ટેનિંગ આ નેચરલ વસ્તુઓ કરશે હેલ્પ

બે પ્રકારની હોય છે સન ટેનિંગ આ નેચરલ વસ્તુઓ કરશે હેલ્પ
, બુધવાર, 9 માર્ચ 2022 (05:29 IST)
ટેનિંગ ને પ્રકારમાં હોય છે. પહેલી તરત થતી ટેનિંગ જે સવારે -સવારે સૂર્યમી રોશનીના સતત સંપર્કમાં આવવાથી હોય છે. અને બીજી પ્રકારની ટેનિંગ જ્યારે હોય છે જ્યારે અમે ખૂબ દિવસો પછી તડકાના સંપર્કમાં 
આવીએ છે બન્ને જ સ્થિતિમાં તમને બચવું જોઈએ. પ્રથમ તમે આ કરી શકો છો કે તમને તમારા પ્રાકૃતિક રીતે બચાવી રાખવું. તેના માટે ટોપી, તડકાનો ચશ્મો વગેરે ઉપયોગ કરી શકો છો. તેમજ કેટલીક વસ્તુઓ 
છે જેનાથી ટેનિંગ દૂર હોય છે. 
 
ટમેટા 
ટામેટાને મેશ કરો અને આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ રીતે કરવું આ સ્કિનથી ટેનિંગને દૂર કરી તેને બ્રાઈટર 
અને ગ્લોઈંગ બનાવશે. 
 
ચણા નો લોટ
થોડા ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. એક વાસણ લો અને તેમાં ત્રણ ચમચી ચણાનો લોટ, એક ચમચી ઓલિવ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમાં એક ચપટી હળદર પણ મિક્સ કરો.  આ બધાને સારી રીતે મિક્સ કરી ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો.
 
મધ
એક નાની ચમચી મધમાં બે ચમચી દહીં મિક્સ કરો. તેમને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. હવે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. સારા પરિણામ માટે દરરોજ આ 
કરો.
 
એલોવેરા જેલ
સૂતા પહેલા ત્વચા પર એલોવેરા લગાવો. તેની પાતળી લેયર લગાવો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. સારા પરિણામ માટે દરરોજ આ કરો.
 
કાકડી
કાકડીને સારી રીતે બ્લેન્ડ કરો અને તેના રસને દૂધમાં મિક્સ કરો. તેની પેસ્ટને ચહેરા અને હાથ પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને ધોઈ લો. આ દિવસમાં બે વાર કરો અને જલ્દીથી સારા 
પરિણામો મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti: મુશ્કેલ સમયમાં કામ આવે છે આ 5 વસ્તુ