Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty Tips- ચહેરા માટે બ્યૂટી ટીપ્સ

Beauty Tips- ચહેરા માટે બ્યૂટી ટીપ્સ
, ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (15:05 IST)
ચહેરા પર દાગધબ્બા કે બ્લેમિશિઝ થયા હોય તો તેને માટે એક સરસ ઉપાય છે. પાકાં કેળાંના ટુકડાનો માવો કરી લો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે નિયમિત કરવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થશે અને ત્વચા કાંતિવાન બનશે.
 
- ત્વચા જો નિસ્તેજ થઈ ગઈ હોય તો તરબૂચના રસમાં અડધી ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બે દિવસ નિયમિત આ પ્રમાણે કરવાથી થોડા દિવસોંમાં જ ત્વચા ચમકતી અને કાંતિવાન બની જશે.
 
- બે-ત્રણ સ્ટ્રોબેરીને છૂંદીને તેની સ્મુધ પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને બે ચમચી મધ ઉમેરો. સાફ ચહેરા પર આ માસ્ક લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. પછી ચહેરા પર લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવી દો.
 
- એલોવેરા જેલમાં હળદર ભેળવીને ચહેરા અને ગરદન પર લગાવો. 10 મીનીટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. સ્કીન લાઈટનીંગ અને ટાઈટનીંગ માટે આ ઉપાય ખૂબ અસરકારક છે.
 
- અડધો કપ કાચા દૂધમાં થોડું કેસર પલાળો. આ ઘોળને રૂની મદદથી ચહેરા પર લગાવો. પંદર મિનિટ પછી પાણીથી ચહેરો સ્વચ્છ કરી લો. તમને મળશે દમકતી ત્વચા.
 
- ગુલાબની પાંખડીઓને થોડી બદામ સાથે ક્રશ કરી લો. તેમાં થોડું મધ ઉમેરી પેક બનાવી લો. આ પેકને ચહેરા પર લગાવી ૧૫ મિનિટ રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. આ પેકના રેગ્યુલર યુઝથી ચહેરાની ત્વચા કોમળ અને બેદાગ બનશે.  
 
- સપ્તાહમાં એક વાર ત્વચાને સ્ક્રબથી એક્સફોલિએટ જરૂર કરો. તેના માટે એક ચમચી રવો, એક ચમચી ચણાનો લોટ, એક ચમચી જવનો લોટ અને એક ચમચી હળદર ભેળવીને એક ડબ્બામાં ભરી લો. સપ્તાહમાં એક વાર આમાંથી એક ચમચી મિશ્રણ લઈ તેમાં એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરી પેસ્ટ બનાવો અને હળવા હાથે ચહેરા પર રગડો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આમ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો કાંતિવાન બનશે.
 
- છેલ્લે સૌથી અગત્યની વાત. હંમેશા તણાવરહિત અને ખુશ રહો, કારણ કે આંતરિક ખુશી ચહેરા પર જે સ્વાભાવિક સુંદરતા લાવે છે તે બેમિસાલ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી