Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે

બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે
જ્યારે તમે કામથી થાકીને આવો છો તો મન કરે છે કે ગરમ પાણીમાં થોડીવાર નાહીને તમારી થકાવટ મટાવી દેવી જોઈએ. ગરમ પાણીથી નહ્યા પછી શરીરનો થાક તો ઉતરી જાય છે પણ સાથે જ તાજગી પણ અનુભવાય છે. તમે જેટલી વાર ગરમ પાણીથી સ્નાન કરો છો એટલી વાર વાળ ભીના થાય છે, તો શુ તમે ક્યારેય વાળને ગરમ પાણીથી થતા નુકશાન વિશે વિચાર્યુ છે.

ઘણી હેયર સ્ટાઈલ એક્સપર્ટનું કહેવુ છે કે ગરમ પાણીથી વાળને ધોવાથી તેમના તૂટવાને સંખ્યા વધી જાય છે. આવો જાણીએ કે વાળ પર ગરમ પાણી નાખતા શુ થાય છે ?

શિયાળામાં કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ?

1 ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી તમારા મથા પરના રોમ છિદ્રોને ખોલી નાખે છે. જેનાથી વાળની જળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા માંડે છે.

2, ગરમ પાણી વાળને બાળી શકે છે. તમારે સમજવુ પડશે કે વાળ કેરાટિન નામના પ્રોટિનથી બનેલા હોય છે. શુ થાય છે જ્યાર પ્રોટેનને વધુ ગેસ પર બાફી દેવામાં આવે તો ? તે બળી જાય છે. આવુ જ તમારા વાળ સાથે પણ થાય છે. જો તમે વાળને વધુ ગરમ પાણીથી ધોશો તો વાળની અંદરનું પ્રોટીન બળી જશે અથવા તો વિકૃત થઈ જશે.

3. શૈમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખરાબ હોય છે. જો તમે વાળને ધોવા માટે ગરમ પાણી અને શેમ્પૂનો પ્રયોગ કરશો તો વાળ વધુ ખરશે.

4. કંડીશનર પછી ઠંડા પાણીથી સ્નાન કરો. કંડીશનર લગાવ્યા પછી ગરમ પાણીથે વાળને ધોવાથી કંડીશનરની અસર સમાત્પ થાય છે. ગરમ પાણી તમારી સાથે કંડીશનરના મુલાયમપનને પોતાની સાથે પાણીમાં વહેડાવી દે છે.

તેથી અમારુ માનો તો શિયાળામાં ધ્યાન રાખો કે ગરમ પાણીથી સ્નાન જરૂર કરો પણ તમારા માથાને હંમેશા ઠંડા પાણીથી જ ધુઓ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેહરાના તલ હટાવવા માટે અજમાવો આ ઉપાય