Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 ટુકડો ફટકડી સ્કિનની અનેક સમસ્યાને કરશે દૂર

1 ટુકડો ફટકડી સ્કિનની અનેક સમસ્યાને કરશે દૂર
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (14:38 IST)
ફટકડીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે. જ્યા તેના આટલા ફાયદા છે તો બીજી બાજુ ફટકડીને અનેક સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં પણ વાપરી શકાય છે. ફટકડીમાં એંટી-બેક્ટેરિયલ રહેલા હોય છે. જે સ્કિન અને વાળ માટે જરૂરી હોય છે. આવો જાણીએ કેવી રીતે ફટકડીનો એક ટુકડો સુંદરતા વધારવામાં મદદ કરે છે. 
 
1. કરચલી- ફટકડી રોજ સ્કિન પર લગાવવાથી રંગત નિખરે છે સાથે જ કરચલીઓની પરેશાનીમાં રાહત મળે છે. આ માટે ફટકડીને પાણીમાં ભીની કરીને ચેહરા પર રગડો અને ધોઈને ચેહરા પર મૉઈશ્ચરાઈઝર લગાવી લો. 
 
2. વાળ લાંબા અને ઘટ્ટ - અઠવાડિયામાં 1-2 વાર કુણા પાણીમાં ફટકરી અને કંડીશનરને મિક્સ કરીને વાળ પર લગાવો. પછી 20 મિનિટ પછી તેને ધોઈ લો. 
 
3. સનબર્ન દૂર - સનબર્નની પરેશાની દૂર કરવા માટે અડધો કપ પાણીમાં બે ચમચી ફટકડી પાવડર મિક્સ કરીને તેને પ્રોબેલ્મવાળા એરિયા પર લગાવો. 
 
4. જુ થી કરે બચાવ - જૂ ની સમસ્યા થતા ફટકડીને સારી રીતે વાટીને પાવડર બનાવી લો. તેમા પાણી અને ટી-ટ્રી ઓઈય મિક્સ કરીને વાળ પર લગાવો. થોડીવાર પછી તેને ધોઈ લો. 
 
5. ડેડ સેલ્સ ખતમ - સ્કિનમાં રહેલ ડેડ સેલ્સને કારણે પોર્સ બંધ થઈ જાય છે અને બ્લેકહેડ્સની પરેશાની થય છે. આવામાં એક ચમચી ફટકડીના પાવડરમાં એક ચમચી ઑલિવ ઓઈલ મિક્સ કરીને તમારી બૉડી અને ચેહરા પર લગાવીને રગડો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય સંબંધી 10 મોટી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે જામફળ...