Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Attention Girls! આ છે એ 6 કામ જે પીરિયડ્સમાં ન કરવા જોઈએ

Attention Girls!  આ છે એ 6 કામ જે પીરિયડ્સમાં ન કરવા જોઈએ
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (15:38 IST)
એક વય હોય છે જેમા મોટાભાગની છોકરીઓ વિચારે છે કે પીરિયડ્સ કેમ થાય છે અને પછી જીંદગીનો એ મોડ પણ આવી જાય છે જેમા તે અ સત્યનો સામનો કરે છે અને પોતાના શરીરમા થનારા ફેરફારો સાથે રૂબરુ થાય છે.  જ્યારે પીરિયડ્સ શરૂ થાય છે તો કોઈપણ યુવતીના મનમાં હજારો સવાલ થાય છે જેવા કે પીરિયડ્સના પરેજમાં શુ શુ હોવુ જોઈએ.  મારા પીરિયડ્સ આટલા વધુ કેમ છે. (Why Is My Period So Heavy), પીરિયડ્સ કેટલા દિવસના હોય છે. પીરિયડ્સ આવવા માટેની મેડિસિન કે પીરિયડ્સ ન આવે તો શુ કરવુ જોઈએ. પીરિયડ્સમાં દુખાવો  (Periods Pain) કેમ થાય છે વગેરે વગેરે.  
 
મોટેભાગે છોકરીઓ આ સવાલનો જવાબ પોતાની મા ને પૂછે છે.  આવામાં માતાની જવાબદારી હોય છે કે તે તેને મુક્ત બનીને સાચી માહિતી આપે. અનેકવાર મા આ સવાલોના જવાબ આપતા ખચકાય છે તો યુવતીઓ ખોટી જગ્યાએથી જવાબ શોધે છે અને તેમને ભ્રમિત કરનારી માહિતી મેળવી લે છે. આ જ પ્રકારનો એક સવાલ છે જે કિશોરીઓ અને મહિલાઓના મનમાં ઉઠે છે કે પીરિયડસમાં શુ ન કરવુ જોઈએ તો ચાલો જાણીએ કે પીરિયડ્સમાં કયા 6 કામ ન કરવા જોઈએ. 
 
6 કામ જે પીરિયડ્સમાં ન કરવા જોઈએ. 
 
1. બની શકે છેકે તમે ડાયેટ પર હોય કે વજન ઓછુ કરવા માટે ફાસ્ટિંગ કરી રહ્યા હોય. પણ જો તમે તમારા પીરિયડ્સ દરમિયાન સારી રીતે ખોરાક નથી લેતા તો આ તમને ભારે પડી શકે છે. તેથી આ વાતનુ ધ્યાન રાખો કે તમે પીરિયડ્સ દરમિયાન પૌષ્ટિક આહાર લો. 
 
2. પૈડ (Sanitary Napkin) બદલવામાં આળસ ન કરો. મોટેભાગે એવુ થાય છે કે મહિલાઓ ઓછુ બ્લીડિંગ થતા એક જ પેડને લાંબા સમય સુધી યુઝ કરી લે છે. પણ આ સંક્રમણનું  કારણ બની શકે છે. તેથી એક ચોક્કસ સમયના અંતરે તમારા પૈડ બદલી લો. તેનાથી તમે સંક્રમણથી બચ્યા રહેશો. 
 
3. બની શકે કે આ દરમિયાન તમને ખૂબ વધુ ગુસ્સો આવે કે ચિડચિડાપણું લાગે. આવામાં તમે શુગર કે જંક ફુડની ક્રેવિંગ પણ અનુભવી શકો છો પણ આવા સમયે ખુદને સમજાવો અને અનહેલ્ધી ખોરાકથી દૂર રહો. 
 
4. જો તમે હેવી એક્સરસાઈઝ રૂટીનને ફોલો કરો ક હ્હો તો આ દરમિયાન ભારે શારીરિક શ્રમથી બચો. કારણ કે આ તમારી કમરના દુખાવો કે જકડનનુ કારણ બની શકે છે. 
 
5. જો તમે ફેમિલી પ્લાનિંગ પર નથી કે હાલ બાળકો નથી ઈચ્છતા તો એવુ સમજીને સાથી સાથે સંબંધ ન બનાવો કે પીરિયડ્સ દરમિયાન તમને ગર્ભ રહી શકતો નથી. પીરિયડ્સ દરમિયાન અસુરક્ષિત સંબંધ (Avoid Unprotected Sex)બનાવવા તમને પરેશાનીમાં નાખી શકે છે. 
 
6. પીરિયડ્સ દરમિયાન હાર્ડ સોપથી તમે પ્રાઈવેટ પાર્ટ્સને  સાફ ન કરો. કે ન તો આલ્કોહોલવાળા વેટ ટિશુ પેપરનો ઉપયોગ કરો. આવુ કરવાથી ડ્રાઈનેસ વધી શકે છે. જે ખંજવાળ કે બીજા સંક્રમણનું કારણ બનીને તમને અસહજ કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો મહિલાઓને શા માટે કરવું જોઈએ કસૂરી મેથીનો સેવન