Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાંબા કાળા વાળ માટે કંડીશનર

લાંબા વાળ
N.D
દરેકને લાંબા અને ઘટ્ટ વાળ ખૂબ ગમે છે. પોતાના વાળને ચમકાવવા માટે લોકો બજારના મોંધા મોંધા કંડીશનરનો પ્રયોગ કરે છે. તેનાથી તમને ફાયદો ન થયો હોય તો અહી આપેલ એક સહેલી અને સરળ વિધિને અપનાવો અને તમારા વાળને ચમકાવો.

આ રીત એકદમ સરળ અને સહેલાઈથી ઘરે બેસીને તૈયાર કરી શકો છો. આ આયુર્વૈદિક ડીપ કંડીશનરનો પ્રયોગ 20 દિવસમાં એકવાર કરો.

અડધી વાટકી ગ્રીન મેહંદી પાવડર લઈને તેમા ગાયનુ ગરમ દૂધ નાખી પાતળો લેપ તૈયાર કરો. આ લેપમાં એક મોટી ચમચી આયુવૈદિક હેયર ઓઈલ નાખો. આને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આ લેપ ઠંડો થઈ જાય ત્યારે વાળની જડોમાં લગાવો. 20 મિનિટ છોડીને આયુવૈદિક શૈપૂ પાણીમાં મિક્સ કરીને વાળને ધોઈ લો. આ ડીપ કંડીશનર દ્વારા તમારા વાળને પોષણ ઉપરાંત તેમને બાઉંસ પણ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati