Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપટનથી ચમકાવો રૂપ

ઉબટણ
N.D
ત્વચાની સુંદરતા નિખારવા માટે ઉપટનનો પ્રયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવી રહ્યો છે. સોળ શણગારમાં પણ ઉપટનથી સ્નાન મહત્વપૂર્ણ માનવામાં આવ્યુ છે. ઉપટન ત્વચાની સફાઈ કરે છે. ત્વચાને પોષણ આપે છે ઉપટન ત્વચામાં નવો પ્રાણસંચાર થાય છે. ઉપટનના નિયમિત ઉપયોગથી ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે કરચલીઓ, દાગ-ધબ્બા દૂર થાય છે.

કોઈપણ ઉપટનને શરીર પર લગાવીને થોડીવાર રાખ્યા પછી ધીરે ધીરે ઘસીને કાઢીને નાખો.

દાળની ઉપટન - 1/2 કપ લાલ મસૂરની દાળના પાવડરમાં થોડુ સરસિયાનુ તેલ, 1 ચમચી વાટેલી બદામ અને દૂધ નાખીને પેસ્ટ બનવો. આ પેસ્ટને થોડીવાર શરીર પર લગાવીને રાખો પછી તેને હલ્કા હાથે ઘસીને કાઢી નાખો. તમારી ત્વચા ચમકદાર બની જશે.

રાજસી ઉપટન - 1 ચમચી કાજૂનુ પેસ્ટ, 1 ચમચી બદામનું પેસ્ટ, 1 ચમચી ચારોળીનુ પેસ્ટ, 1 ચમચી અખરોટનુ પેસ્ટ અને એક ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરી ચહેરા પર ગરદન પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી લો. ઉપટનનો નિયમિત ઉપયોગ કરવાથી રૂપમાં નિખાર આવે છે અને ત્વચાની વિવિધ સમસ્યાઓ પણ દૂર થાય છે.

ગુલાબી ઉપટન - 2 ટેબલસ્પૂન જવનો લોટ, 1 ટેબલસ્પૂન ગુલાબના સૂકા પાંદડાનો ચૂરો, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આને શરીર પર થોડીવાર લગાવો. પછી ઘસીને કાઢી નાખો. આ ઉપટનથી ત્વચા રેશમી, ચમકદાર અને સુગંધિત બને છે.

રૂપસી ઉપટન - 1/2 કપ બેસન, 1 ટેબલસ્પૂન ગુલાબજળ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ઉપટનનો રોજ ઉપયોગ કરવાથી સૌદર્યમાં નિખાર આવશે.

સંતરી ઉપટન - 1/4 કપ સંતરાના છાલટાનો પાવડર, 2 ટેબલસ્પૂન ચંદન પાવડર, કેટલાક ટીપા એસેશિયલ ઓઈલ અને સંતરાનો રસ મિક્સ કરીને ઉપટન તૈયાર કરો. આને ચહેરા અને શરીર પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી નાખો. ત્વચામાં નિખાર માટે આ ખૂબ જ સરસ ઉપટન છે.

Share this Story:

Follow Webdunia gujarati