Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌદર્ય સલાહ - તમારી ત્વચાનું ઉત્તમ ટોનિક છે દહીં

સૌદર્ય સલાહ - તમારી ત્વચાનું ઉત્તમ ટોનિક છે દહીં
P.R
જો તમે શિયાળામાં સિલ્કી અને સ્મૂધ ત્વચા ઇચ્છો છો તો દહીંનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપશે. ચરબીયુક્ત દહીં શરીરને પ્રાકૃતિક રીતે ભેજ પૂરો પાડશે. જે ત્વચા ટેન થઇ ગઇ છે ત્યાં દહીં બ્લીચનો પ્રયોગ કરશે. જો ત્વચા પર નિયમિત રીતે દહીં લગાવવામાં આવે તો તે તેનું પીએચ લેવલ પણ બેલેન્સ કરે છે. જાણીએ ત્વચા પર દહીંનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

સ્ક્રબ - દહીંના એક વાટકામાં ખાંડ, હળદર અને એલોવીરા જેલ મિક્સ કરો. હળદર ત્વચા માટે એન્ટીસેપ્ટિકનું કામ કરે છે અને ખાંડ સ્ક્રબિંગનું. એલોવીરાથી ત્વચા કોમળ બને છે. તમે ઇચ્છો તો દહીંના આ મિશ્રણમાં જવનો લોટ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને નિયમિત ધોરણે ત્વચા પર લગાવતા રહો.

દહીં લોશન - રોજ એક ચમચી દહીંમાં સુગંધિત તેલ મિક્સ કરી નહાતા પહેલા તમારા શરીર પર લગાવો. આનાથી સ્કિન ડેમેજ કે ડ્રાય નહીં થાય અને તેના પર લાલ ચકામા પણ નહીં રહે. ઉપરથી તે મોઇશ્ચર, ચમકીલી અને કોમળ થશે તે વધારાનું.

દહીં બોડી માસ્ક - પ્રાકૃતિક બોડી માસ્ક બનાવવા માટે ગાજરનો રસ, કેસર, મધ અને દહીં મિક્સ કરો. આ પેસ્ટને નહાતા પહેલા શરીર પર ત્યાંસુધી લગેલી રાખો જ્યાંસુધી તે સૂકાઇ ન જાય. આનાથી ત્વચા કોમળ અને ચમકીલી બનશે.

આફ્ટર શેવ ક્રીમ - દહીમાં કાકડીનો રસ મિક્સ કરો અને આ પેસ્ટને શેવ કર્યા બાદ ચહેરા પર લગાવીને થોડીવાર પછી પાણીથી ધોઇ નાંખો. આના પ્રયોગથી ત્વચા કોમળ બને છે અને જો બળતરા થતી હોય તો તેમાં રાહત મળશે. તમે ઇચ્છો તો દહીમાં ફુદીનાનો રસ પણ મિક્સ કરી શકો છો જેનાથી બેક્ટેરિયાનો નાશ થશે અને તમે અત્યંત તાજગી અનુભવશો

Share this Story:

Follow Webdunia gujarati