Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌદર્ય સલાહ : ગાલ પર કોમળતા અને ગ્લો લાવવા અપનાવો ઘરેલુ ઉપાયો

સૌદર્ય સલાહ : ગાલ પર કોમળતા અને ગ્લો લાવવા અપનાવો ઘરેલુ ઉપાયો
, બુધવાર, 16 એપ્રિલ 2014 (17:34 IST)
તમારું શરીર કુદરતની એક ભેટ છે. તેની કાળજી કુદરતી રીતે લેવી વધુ યોગ્ય છે. ગાલનું  સૌંદર્ય, રંગત અને કોમળતા વધારવા માંગતા હોય તો ગાલ માટે અપનાવો કુદરતી સૌંદર્ય ટિપ્સ.  જે તમારી કુદરતી આભામાં વધારો કરશે. 
 
ગાલનું સૌંદર્ય અને કોમળતા વધારવાની ટિપ્સ 
 
 
એક લીંબુનો રસ નિચોવી થોડા દિવસ સુધી ગાલ પર લગાવવાથી ગાલની કરચલીઓ દૂર થાય છે થોડા દિવસ લીંબૂના છાલટા પણ ગાલ પર ઘસો. અને ગાલ પર ગ્લો આવી જાય છે. તેમજ મોઢુ ધોયા પછી ગાલ હાથની હથેળીથી થપથપાવો. આવુ કરવાથી ગાલમાં લોહીનો સંચાર થાય છે અને કરચલીઓ દૂર થઈ જશે. 
 
દરરોજ સવાર-સાંજ કપાસમાં કાચુ દુધ લગાવી ગાલને સાફ કરો. આવુ કરવાથી ચેહરાની રંગત ખીલે છે અને ગાલની ચમક વધે છે.  
 
ગાલ પરથી કાળાશ દુર કરવા  એક ચમચી ટમેટા રસ, અડધી ચમચી લીંબુનો રસ, હળદર પાવડર એક ચપટી, થોડો ચણાનો લોટ મિક્સ કરી એક જાડુ પેસ્ટ બનાવો. ગાલ પર 10 મિનિટ માટે રહેવા દો . સૂકાતા પહેલાં ધીમે ધીમે મસળીને છોડાવો અને પાણીથી ધોઈ લો.  થોડા દિવસ આવુ નિયમિત દિવસમાં એક વખત કરશો તો તમારા ત્વચા પર ગ્લો આવી જશે.  
 
 ત્વચાના ગ્લો માટે મહત્વપૂર્ણ છે કે તેને પુર્ણ પોષણ મળે. પછી એ શરીરના કોઇ પણ ભાગની ત્વચા કેમ ન હોય.  ત્વચાના પોષણ માટે તમે પૌષ્ટિક ખોરાક જેવા કે લીલા શાકભાજી, ગ્રીન સલાડ વગેરેનો તમારા રોજીંદા ખોરાકમાં સમાવેશ કરશો તો તમારી ત્વચા ખીલી જશે. 

Share this Story:

Follow Webdunia gujarati