Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોદર્ય સલાહ - આંખોની સુંદરતા વધારવાના ઉપાયો

સોદર્ય સલાહ - આંખોની સુંદરતા વધારવાના ઉપાયો
, સોમવાર, 21 એપ્રિલ 2014 (17:42 IST)
વાત જ્યારે ચહેરાની સુંદરતાની હોય ત્યારે સૌથી પહેલા ધ્યાન આઈબ્રોઝ પર જાય છે. જો તમારી આઈબ્રોજ યોગ્ય શેપમાં નથી તો તેની અસર તમારી બ્યુટી પર પણ પડી શકે છે. તેથી મોટાભાગે સ્ત્રીઓ નિયમિત પાર્લરમાં જઈને આઈબ્રોઝને શેપ અપાવે છે. પણ અનેક વખત આઈબ્રોઝને લઈને આપણે કેટલીક ભૂલ કરી બેસીએ છીએ.  

આર્કશેપમાં આઈબ્રો - આઈબ્રોને ગોળાકાર શેપ આપવાથી ચહેરો સામાન્ય નથી લાગતો. સારૂ થશે કે આઈબ્રોના નેચરલ આર્કને ધ્યાનમાં રાખતા આઈબ્રો શેપ નક્કી કરો.  આઈબ્રો એ રીતે પ્લક કરો કે વચ્ચેથી તે ઉભરેલી દેખાય. જો તમારી આઈબ્રો આછા રંગની છે તો પાઉડર છાંટીને પ્લકિંગ કરો જેથી આઈબ્રો સ્પષ્ટ જોવા મળે.  

આઈબ્રો પેંસિલને હલ્કો ટચ તમારી આઈબ્રોઝની સુંદરતા વધારી શકે છે. આઈબ્રો પેસિલને શેડ હંમેશા આઈબ્રોના કલરથી એક શેડ હલકો હોવો જોઈએ. કારણ કે ડાર્ક શેડ થી આઈબ્રો બનાવટી દેખાય છે. 

ઓવરપ્લકિંગ ન કરશો 

કેટલીક સ્ત્રીઓ આઈબ્રોને શેપમાં રાખવા માતે રોજ પ્લકિંગ કરે છે પણ નિષ્ણાતો મુજબ આ યોગ્ય નથી. આઈબ્રો સ્પેશાલિસ્ટ કહે છે કે ત્રણ અઠવાડિયામાં એકવાર આઈબ્રો પ્લકિંગ એકદમ યોગ્ય છે. 

તેનાથી આઈબ્રોઝની આજુબાજુના વાળ યોગ્ય રીતે વિકસિત થઈ જાય છે. અને તેમને કાઢીને આઈબ્રોઝને નિશ્ચિત આકાર મળે છે. જરૂર કરતા વધુ પ્લકિંગ ચેહરાની સુંદરતા બગાડી શકે છે. 

આઈબ્રોની ગેપ વધારશો નહી 

કેટલીક મહિલાઓ નાસમજીમાં પોતાની આઈબ્રોની વચ્ચેની ગેપ વધારી દે છે. તેમને લાગે છે કે તેમની આઈબ્રોઝ જરૂર કરતા વધુ પાસે દેખાય રહી છે. 

આઈબ્રો એક્સપર્ટ્સનુ માનવુ છે કે નાકના કિનારાની લાઈનથી શરૂ થનારી આઈબ્રો કરતા જ્યારે આઈબ્રો નાક સાથે એકદમ જોડાયેલી દેખાય છે તો તેનો દેખાવ સારો લાગે છે. 

જો આઈબ્રો બનાવતી વખતે તમે જૂના પ્લકરથી વાળ સ્લિપ કરો છો  તમને તકલીફ અને દુ:ખાવો ખરીદવો સારો છે. 

આઈબ્રો પ્લકરને બેદરકારીથી મેકઅપ બેગમાં મુકવાને બદલે દરેક ઉપયોગ પછી આઈસોપ્રોપિલ એલ્કોહલના સોલ્યુશનથી સાફ કરો જેથી તે બેક્ટેરિયાના સંક્રમણથી સુરક્ષિત રહે. 

નિષ્ણાતોની મદદ લો. 

જો તમે તમારા આઈબ્રોના લુકથી સંતુષ્ટ નથી કે પછી ઓવરપ્લકિંગ જેવી ભૂલ કરીને પછતાવી રહ્યા છે, તો વર્ષમાં એક કે બે વાર આઈબ્રો પ્રોફેશનલ્સની મદદ પણ લઈ શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati