Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમય પહેલા કરચલીઓથી બચવાના ઉપાયો

સમય પહેલા કરચલીઓથી બચવાના ઉપાયો
N.D
સામાન્ય રીતે ચેહરા પર દેખાતી કરચલીઓ વૃદ્ધાવસ્થાની નિશાની હોય છે. જો ચેહરાની યોગ્ય દેખરેખ કરવામાં આવે અને ખાવા-પીવાનુ ધ્યાન રાખવામાં આવે તો ચેહરા પર સમય પહેલા કરચલીઓ પડતી રોકી શકાય છે. શારીરિક સૌદર્યને બનાવી રાખવા માટે ત્વચાની નિયમિત દેખરેખ અને ઈલાજ ખૂબ જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે ......

- ત્વચાની દેખરેખ માટે સૌ પહેલા ચેહરા અને ગરદનને ક્લીંઝરથી સાફ કરો.

- કોબીજ, ગાજર અને અંકુરિત ઘઉંને ઝીણી વાટીને માસ્કના રૂપમાં ચેહરા પર લગાવો. આ બધી વસ્તુઓનો જુદી જુદી રીતે પ્રયોગ કરી શકાય છે. આનો ઉપયોગ કરવાથી ચેહરો ક્રાંતિમય બને છે.

- ઠંડા દૂધની અડધી ચમચી મલાઈને ડાબા હાથમા લઈને તેમા લીંબૂના રસના ચાર પાંચ ટીપા નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવો. આ ઉપરાંત પપૈયાના ગૂદાની માલિશ પણ કરી શકો છો.

- લોહી સાફ ન હોવાથી અને ચામડીની કસરત ન થઈ શકવાથી પણ કરચલીઓ પડે છે. આ માટે અરીસા સામે ઉભા રહીને હસવાનો પ્રયત્ન કરો. પહેલા ધીરે ધીરે હસો પછી આ પ્રકિયા ઝડપથી કરો. હસવાથી ચેહરાની માંસપેશીઓની સારી કસરત થાય છે. જેનાથી ફેફ્સા પણ મજબૂત થાય છે અને લોહી પણ સાફ થાય છે.

- આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે ખીરાનો એક ગોળ ટુકડો કાપીને આંખો પર મુકો. તેમા આંખોની આજુબાજુ કરચલીઓ ઓછી થય છે.

- ચેહરાની માંસપેશિઓને સુદ્દઢ બનાવવા અને તાજગી પેદા કરવા માટે ઉબટન લગાવો. ચેહરો ઘોતી વખતે મોંઢામાં શુદ્ધ પાણી ભરો અને આંખો પર પાણીના છાંટા મારો આવુ બે-ત્રણ વાર કર્યા પછી ચેહરાને ચોખ્ખા રૂંવાટીવાળા ટુવાલથી થપથપાવીને સુકાવી લો.

- કરચલીઓને મુક્તિ મેળવવા માટે વિટામીન-ઈનુ સેવન કરો. ગાજર વિટામિન-ઈ નું સ્ત્રોત છે. નિયમિત ગાજરનો રસ પી ને ચમત્કારિક લાભ થાય છે.

- કાચી શાકભાજીઓનુ સલાડ, ફળોનો રસ અને અંકુરિત અનાજનુ સેવન પણ કરચલીઓ દૂર કરવામાં સહાયક છે.

- ચણા, મગ, મેથીદાણા અને આખા મસૂર પલાળીને અંકુરિત બનાવી લો. જેમા લીંબૂનો રસ અને સંચળ નાખીને રોજ ચાવી ચાવીને આરોગો.

Share this Story:

Follow Webdunia gujarati