Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળામાં પગની એડીઓને આ રીતે બચાવો

શિયાળામાં પગની એડીઓને આ રીતે બચાવો
P.R

શિયાળો આવે છે તો ત્વચા શુષ્ક અને બેજાન થઈ જાય છે. સૌથી ખરાબ અસર પગ પર પડે છે, જેમા એડિયો શુષ્ક અને ફાટવા લાગે છે. આપણે જાણીએ છીએ કે પગની ત્વચામાં તેલ ગ્રંથી નથી હોતી તો આવામાં તે શુષ્ક થઈ જાય છે. તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશુ જેને તમે રોજ અપનાવીને ઠંડીમાં પગની સારી દેખરેખ કરી શકો છો.

શિયાળામાં પગની દેખરેખ

સફાઈ - પગની સફાઈ અને ધુલાઈ કરવાથી તે ઈફેક્શનથી બચેલા રહેશે તેથી તમારા પગને રોજ ગરમ પાણીથી ધોવા જોઈએ. અંગૂઠાના નખનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે ગંદકી સહેલાઈથી તેમા ફંસાય જાય છે.

સ્ક્રબ - તમારે તમારા પગને રગડવા પણ જોઈએ. દરરોજ સ્ક્રબની મદદથી તમારા પગને ઘસવા જોઈએ. જેનાથી તેની ડેડ સ્ક્રિન નીકળી જશે અને બ્લડ સર્ક્યુલેશન બની રહેશે. આનાથી તમારા પગ મુલાયમ અને ચોખ્ખા કાયમ રહેશે.

મોઈસ્ચરાઈઝર - પગમાં ઓઈલ ગ્લેંડ નથી હોતી તેથી તે શુષ્ક થઈ જાય છે. એવામાં તેને મુલાયમ કરવા માટે તેના પર તેલ કે મોઈસ્ચરાઈઝર લગાવો. ન્હાયા પછી અને સૂતા પહેલા તેના પર તેલ લગાવો.

અંગૂઠાના નખની સફાઈ - ઠંડી હોય કે ગરમી તમારે તમારા અંગૂઠાના નખને સાફ કરવા જ જોઈએ. ગરમ પાણીમાં થોડુ મીઠુ નાખો અને તેમા પગને થોડી વાર માટે પલાળી રાખો અને પછી સ્ક્રબ કરો. તેનાથી બધી ગંદકી સાફ થશે અને પગ સાફ અને નરમ બનશે.

મોજાં પહેરો - શુષ્કતાથી પગને બચાવવા માટે મોજાં જરૂર પહેરો. પહેલા પગ પર લોશન લગાવો અને પછી મોજા પહેરો. જેનાથી ઠંડી પણ નહી લાગે અને પગ પણ નહી ફાટે.

Share this Story:

Follow Webdunia gujarati