Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટિપ્સ - શુ આપની સ્કીન ઓઈલી છે ?

બ્યુટી ટિપ્સ - શુ આપની સ્કીન ઓઈલી છે ?
P.R
તૈલીય ત્વચાની સંભાળ રાખવી બહુ જ જરૂરી છે કારણ કે તેનો કોઇ કાયમી ઇલાજ નથી. આજકાલ માર્કેટમાં ઓઇલ સ્કિન માટે અનેક પ્રકારની ક્રીમ મળે છે પણ તે બધી જોઇએ એવો ઇલાજ કરતી નથી અને મોંઘી પણ ખૂબ હોય છે. શું તમને માલુમ છે કે તમારા રસોડામાં જ એવી કેટલીયે વસ્તુઓ છુપાયેલી છે જેના ઉપયોગ પછી તમારે બજારું ક્રીમ ખરીદવાની જરૂર જ નહીં પડે. જો તમે પણ તમારી તૈલિય ત્વચાથી પરેશાન છો, તો અપનાવો આ ઉપાયો...

ચહેરા પરના ઓઇલને આ રીતે કન્ટ્રોલ કરો -

1. દિવસમાં બે-ત્રણવાર તમારા ચહેરાને સામાન્ય સાબુ કે ફેશવોશથી અચૂક ધુઓ. ચહેરો સાફ કરવા કોઈ હર્બલ સ્ક્રબનો ઉપયોગ કરો.

2. ચહેરાની સફાઈ કરાવા માટે એસ્ટ્રિજેન્ટ લોશનનો ઉપયોગ કરો. રૂને તેમાં ડૂબાડો અને તમારા આખા ચહેરા પર લગાવો.

3. ચહેરા પર ઓઇલલેસ મોઇશ્ચ્યુરાઇઝર લગાવો. નહીં તો ચહેરો બહુ શુષ્ક લાગશે.

4. કાકડીના રસમાં થોડા ટીંપા લીંબુ મિક્સ કરી ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.

5. ચહેરા પર ઈંડાનો સફેદ ભાગ પણ લગાવી શકો છો. લગાવ્યા પછી જ્યારે તે સૂકાઇ જાય એટલે ચણાના લોટથી સાફ કરી દો.

6. ચહેરા પરથી વધારાનું તેલ કાઢવા માટે ગુલાબજળ અને ફુદીનાનો રસ એકદમ પરફેક્ટ છે.

7. એ જ ક્રીમ કે લોશન લગાવો જે માત્ર ઓઇલી ત્વચા માટે બન્યું હોય.

8. સફરજન અને લીંબુનો રસ સરખી માત્રામાં મિક્સ કરો અને તેને 10થી 15 મિનિટ માટે ચહેરા પર લગાવેલું રાખો. તમારી ત્વચા નિખરી ઉઠશે

Share this Story:

Follow Webdunia gujarati