Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટિપ્સ - વાંકડિયા કે કર્લી વાળની માવજત

બ્યુટી ટિપ્સ - વાંકડિયા કે કર્લી વાળની માવજત

વેબ દુનિયા

W.D
યુવાનોના ફેશનનું શુ કહેવુ.. જેમના વાળ કર્લી હોય છે તે સ્ટ્રેથ કરાવવા પાર્લરમાં જાય છે અને જેમના વાળ સીધા હોય છે તે વાળને કર્લી કરાવવા હજારો રૂપિયા ખર્ચે છે અને વાળની માવજત કરે છે. જે યુવતીના વાળ કર્લી હોય તે અન્ય યુવતીઓની ઇર્ષાનું પાત્ર બનતી હોય છે. બહુ ઓછી યુવતીઓના વાલ કર્લી અને વેવી હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે જે યુવતીઓના વાળ વાંકડિયા હોય તે વાળની સમસ્યાથી કંટાળીને સીધા કરાવી દે છે. કારણ કે વાંકડિયા વાળ રૂક્ષ લાગતા હોય છે વળી તેમાં જલદીથી વાલ દ્વિમુખી થઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાથી પીડાતા હો તો કર્લી વાળની સંભાળ માટે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

અહી અમે તમને એવા ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે તમારા કર્લી કરાવેલા વાળને લાંબો સમય સુધી ટકાવી શકો...

કર્લી વાળને વાંરવાર ધોવાનું ટાળો. જ્યારે વાળ ધૂઓ તે પહેલા તેલમાલિશ કરવાનું ચૂકતા નહીં.

જ્યારે પણ વાળ ધૂઓ ત્યારે વાળમાંથી વધારાનું પાણી નિચોવીને કાઢી નાખો. ત્યાર બાદ તમારે જે રીતે વાલ ઓળવા છે તે રીતે ઓળી લો. અને એ જ રીતે વાળ સૂકાવા દો. આમ કરવાથી વાળ સરખી રીતે ઓળાયેલા લાગશે.

તમારા વાળની પ્રકૃત્તિ સાથે સેટ તાય તેવા જ શેમ્પૂ અને કન્ડીશનરની પસંદગી કરો.એવા કેમિકલની પ્રોડક્ટથી બચો જે તમારા વાળની સમસ્યાને વધારે.

એક કપ ગરમ પાણી લેવું પછી તેમાં 1 ચમચી વિનેગર મિક્સ કરીને આ મિશ્રણને વાળમાં લગાવવું. શેમ્પૂ કર્યા બાદ તેને માથામાં લગાવવું અને તને ધોયા વિના જ તેની પુર કન્ડીશનર નાંખીને થોડી વાર રહેવા દેવું પછી વાળ ધોવા.

જેના વાળ કર્લી હોય તેણે હેર ડ્રાયરનો ઉપયોગ બહુ ઓછો કરવો. શક્યા હોય ત્યાં સુધી હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો તો સારું.

જેના વાળ કર્લી હોય તેણે નિયમિત રીતે વાળ ટ્રીમ કરાવતા રહેવું. જો આવું નહીં કરો તો વાળ આગળથી શુષ્ક થઇને તૂટી જશે.

વાળમાં નિયમિત આછું તેલ લગાવવું.

Share this Story:

Follow Webdunia gujarati