Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક

દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
N.D

દહીનું સ્વાસ્થ્યની સાથે સાથે સૌદર્ય નિખાર માટે પણ મહત્વનું સ્થાન છે. આ ખુબ જ સરળ અને સહેલાઈથી મળી જતું સૌદર્ય પ્રસાધન છે. આ દરેક ઘરની અંદર સહેલાઈથી મળી જાય છે.

દહી ચહેરા, ગરદન, ખભાને તો નિખારે છે તેની સાથે સાથે વાળને પણ પોષણ આપે છે.

* જો વિવિધ રંગ અને શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળની ચમક ઓછી થઈ ગઈ હોય તો દહીની અંદર બેસન નાંખીને વાળના મૂળમાં લગાવી દો અને કલાક બાદ ધોઈ લો. આનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડો પણ દૂર થઈ જશે.

* જેને ખોડો થયો હોય તેમણે દહીની અંદર કાળા મરીનો ભુકો ભેળવીને માથુ ધોવું જોઈએ. અઠવાડિયામાં બે વખત આવું કરવાથી વાળમાંથી ખોડો ગાયબ થઈ જશે.

* જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લાગાવો. ચહેરો સુકાઈ જાય એટલે ધોઈ લો. થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

* વાળ ખરતા હોય તો ખાટા દહીની અંદર મુલતાની માટી, શિકાકાઈ પાવડર, અડધા લીંબુનો રસ ભેળવી રાત્રે મિશ્રણને તૈયાર કરીને સવારે વાળના મૂળમાં લગાવી દો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.

Share this Story:

Follow Webdunia gujarati