Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ બ્યુટી ટિપ્સ - ફળ-શાકભાજી દ્વારા સૌદર્ય નિખારો

ઘરેલુ બ્યુટી ટિપ્સ - ફળ-શાકભાજી દ્વારા સૌદર્ય નિખારો
P.R
સુંદરતા નિખારવામાં ફળ અને શાકભાજીનો રોલ બહુ મહત્વનો હોય છે. જો ત્વચા માટે આ કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે તો તમારી સુંદરતા અંદરથી ખીલી ઉઠશે અને આ કુદરતી સૌંદર્ય મેળવવા માટે તમે નીચેની ટિપ્સ ફોલો કરી શકો છો.

- સફરજનનો પલ્પ બનાવી દો. આ પેસ્ટને 10-15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. આનાથી તમારી ત્વચા સોફ્ટ બનશે સાથે ટાઇટ પણ થશે. પાકેલા સફરજનનો પલ્પ આંખો પર રાખવાથી આંખોને આરામ મળે છે અને આંખોની આસપાસના ડાર્ક સર્કલ પણ ઓછા થાય છે.

- કેળું ત્વચાને ન્યુટ્રિશન્સ અને મોઇશ્ચ્યુરાઇઝર પૂરું પાડે છે. પાકેલા કેળાને મસળીને ચહેરા અને ગળા પર 15 મિનિટ લગાવેલું રાખો અને ટિશ્યુ પેપરથી લૂછીને પાણીથી ધોઇ લો. તમે ઇચ્છો તો તેમાં થોડું મધ મિક્સ કરી શકો છો. આ મિશ્રણનો તમે ચહેરા પર મસાજ કરશો તો ચહેરો ચમકી ઉઠશે.

- કેળાના પલ્પમાં થોડું ઓલિવ ઓઇલ નાંખી ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે. પાકેલા કેળાના પલ્પ અને નારિયેળના તેલને મિક્સ કરી હાથ પર થોડીવાર સુધી મસળો. હાથ પર કરચલીઓ નહીં પડે.

- કોબીજનો રસ કાઢો. તેમાં એક ચમચી મધ મિક્સ કરી ચહેરા અને ગળા પર લગાવો. 15 મિનિટ પછી ભીના રૂ વડે ચહેરો સાફ કરો. ચહેરા પર પડેલા ડાઘા દૂર કરવામાં આ માસ્ક બહુ મહત્વનો રોલ ભજવે છે.

webdunia
P.R
- ખીલમાંથી છુટકારો મેળવવો હોય તો ટામેટું વાપરો. ટામેટાના પલ્પને ચહેરા પર લગાવી એક કલાક સુધી રહેવા દો અને બાદમાં હુંફાળા પાણીથી ધોઇ નાંખો. આનાથી ધીમે-ધીમે ચહેરાનું ટેનિંગ પણ દૂર થશે અને ખીલમાંથી પણ રાહત મળશે.

- એક બાફેલા બટાકાને મસળીને તેમાં કાચું દૂધ કે મલાઈ મિક્સ કરી તેમાં ચપટી હળદર નાંખો ચહેરા પર ઘસો. 20 મિનિટ બાદ તાજા પાણીથી ધોઇ લો. ચહેરા પર દેખાતી વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરે છે અને ત્વચાને પોષણ આપે છે. આંખોની ચોતરફના કાળા કુંડાળાને દૂર કરી તાજગી બક્ષે છે અને ચહેરાની કરચલીઓને ભગાડી શકે છે.

તમે જો ઉપર પ્રમાણે ઘરે જ ફળો અને શાકભાજીનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારા ચહેરાને અચૂક ગ્લેમરસ લૂક આપી શકશો.

Share this Story:

Follow Webdunia gujarati