Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ ઉપચાર - આર્યુવેદ દ્વારા તમારી સુંદરતા નિખારો

ઘરેલુ ઉપચાર - આર્યુવેદ દ્વારા તમારી સુંદરતા નિખારો
P.R
પ્રકૃતિમાં એટલા બધા પ્રકારના તત્વો રહેલા છે જે આપણી દરેક બીમારીને દૂર કરી શકે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારની દવાઓ અને જાતજાતના ઉત્પાદનો આવવા લાગ્યા છે જેના કારણે લોકોએ આયુર્વેદને બાજુએ મૂકી દીધું છે. આયુર્વેદ આપણી ત્વચા માટે બહુ ગુણકારી ગણાય છે અને એ ન તો મોઘું હોય છે ન એનો ઉપયોગ કરવાથી કોઇ જાતનું નુકસાન થાય છે. પહેલાના જમાનામાં મહિલાઓ પોતાની જાતને સુંદર બનાવવા માટે આયુર્વેદનો સહારો લેતી હતી માટે અમે વિચાર્યું કે અમે પણ તમારા માટે આયુર્વેદના કેટલાક એવા ઉપાયો લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી સુંદરતાને કેદ કરી શકો...

આ રીતે કરો પ્રયોગ -

1. કરચલી માટે - જો તમારે ચહેરા પરની કરચલીઓ દૂર કરવી છે તો એરંડો એટલે કે કેસ્ટર ઓઇલને તમારા ચહેરા પર લગાવો. આનાથી ત્વચા મુલાયમ બનશે અને કરચલીઓ પણ ઓછી થઇ જશે.

2. સાફ ત્વચા - ત્વચા પર જો ડાઘા હોય તો ક્રીમવાળા દૂધમાં ડુબાડેલા રૂથી ચહેરાના છિદ્રોને સાફ કરો આનાથી ચહેરો સાફ તો થશે જ સાથે છિદ્રો ખુલશે.

3. કુદરતી મોઇશ્ચ્યુરાઇઝર - જો તમારી ત્વચા સાધારણ છે તો તેને નેચરલ મોઇશ્ચ્યુરાઇઝ કરો. આ માટે એક વાટકામાં 4 ચમચી દહીં અને થોડા લીંબુના ટીંપા તેમજ સંતરાનો રસ મિક્સ કરી ચહેરા પર માસ્ક રૂપે પ્રયોગ કરો. આ લગાવ્યા પછી 15 મિનિટ બાદ આ માસ્ક રૂની મદદથી સાફ કરી લો.

4. સ્કિન કંડીશનર - ચમચી ક્રીમ લો અને તેમાં મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર પાંચ મિનિટ લગાવેલું રાખી બાદમાં ભીના કપડાં કે રૂથી સાફ કરી દો.

5. ટોનર - જો તમે કાચું બટાકું લઇ તમારા ચહેરા પર લગાવશો તો આનાથી તમારી ત્વચા ટોન થશે અને પિગ્મેન્ટેશનની સમસ્યા પણ દૂર થશે.

6. ચહેરા પરના વાળ - ચહેરાના વાળ દૂર કરવા માટે તમારે એક પેસ્ટનો ઉપયોગ કરવો પડશે. તલનું તેલ, હળદરનો પાવડર અને ચણાના લોટનું મિશ્રણ લઇ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને તે સૂકાઇ જાય એટલે હળવા હાથે ચહેરો ઘસીને તેને સાફ કરો. બાદમાં પાણીથી ચહેરો ધોઇ લો.

Share this Story:

Follow Webdunia gujarati