Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીમાં ત્વચાનુ રાખો ધ્યાન

ગરમીમાં ત્વચાનુ રાખો ધ્યાન
N.D
દિવસનો તાપ હવે ચટકવા માંડ્યો છે. આવા તડકામાં બહાર નીકળવાથી ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ગરમીમા તમારી ત્વચાનુ ખાસ ધ્યાન રાખો. ગરમીમાં ડિહાઈડ્રેશન, ઓયલી સ્કિન, ખીલ અને પરસેવાને કારણે ફંગલ ઈફેક્શનની શક્યતા વધી જાય છે.

જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો અલ્ટ્રાવાયલેટ કિરણોથી સનબર્ન, સન ટૈન અને સન ડૈમેજ જેવી સમસ્યાઓની સાથે કરચલીઓ પણ થઈ શકે છે. ત્વચા રોગ વિશેષજ્ઞ ડો. આનંદ દુબે બતાવે છે એક ગરમીની ઋગુમાં પરસેવો, નમી અને પ્રદૂષણથી બચવા માટે દિવસમાં બે વાર નહાવુ જોઈએ.

જો ગર્મ પાણીથી નહાવાની આદત છે તો વધુ સમય સુધી ન ન્હાતા, કારણ કે તેનાથી જરૂરી ઓઈલ ઓછુ થઈ જાય છે અને ત્વચા સુકી થઈ જાય છે.

આ જ રીતે વધુ સમય સુધી એયરકંડીશનરમાં રહેવાથી પણ ત્વચા ડ્રાય થઈ જાય છે. ચહેરાની ચમક બરકરાર રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા ત્રણવાર ઠંડુ પાણી અને માઈલ્ડ ક્લીંજરથી ચહેરો સાફ કરો.

પ્રી-મેચ્યોર એજિંગના 90 ટકા કેસમાં મુખ્ય કારણ તડકામાં વધુ રહેવુ સામે આવ્યુ છે. તેનાથી બચવા માટે ઘરથી બહાર નીકળતા પહેલા સારું સનસ્ક્રીન લોશન લગાવવુ જરૂરી છે. ચહેરા પરથી મૃત કોશિકાઓ હટાવવા નિયમિત સ્ક્રબ કરાવવુ પણ જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati