Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખૂબસૂરતી માટે ઘરમાં બનેલી બ્યુટીની વસ્તુઓ સ્કીન માટે હાનિકારક

ખૂબસૂરતી માટે ઘરમાં બનેલી બ્યુટીની વસ્તુઓ સ્કીન માટે હાનિકારક
P.R
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસ હોલ્ડ બ્યુટી ચીજવસ્તુઓ સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. ટૂંકમાં સ્કીનની જાળવણી માટે ઘરમાં જ બનેલી ચીજવસ્તુના ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે ચે. જેથી ઘરની ચીજવસ્તુઓનો ઉપયોગ આદર્શ નથી તે બાબત ઉપર આવી છે. નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે મધ, ટૂથપેસ્ટ અને લેમન જ્યુસ અથવા તો લીંબુ રસ ઘણી ગૃહિણીઓ ઉપયોગ કરે છે પરંતુ કુદરતી ચીજવસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી ઘણી વખત નુકસાન વધારે થાય છે. આનાથી સ્કીનને વધુ નુકશાન થાય છે. જાણીતા ફાર્મા દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યુ છે કે જૂના સમયમાં મોટાભાગની ગૃહિનીઓ દ્વારા ઘરમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામં આવતો હતો. સામાન્ય રીતે ચહેરા પર થઈ જતા નિશાનોને દૂર કરવા માટે ઘરમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત પણ ખૂબસૂરતીને વધારવા માટે ઘરની ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ત્રણ પૈકીના બે લોકોએ કબૂલાત કરી છે કે સ્કીન સંભાળ માટે ઘરની ચીજવસ્તુઓ યોગ્ય સાબિત થઈ નથી. કહેવાતી ઉપચારની ટોચની પદ્ધતિઓ પૈકી ટૂથપેસ્ટ પણ સામેલ છે. સ્કીનને વધુ ચમકતી બનાવવા માટે ઘણા લોકો દ્વારા ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પાંચ હજારથી વધુ પુખ્તવયના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમા મોટાભાગની મહિલાઓ હતી.

મહિલાઓનું કહેવુ છે કે ઘરમાં બનેલી ચીજવસ્તુઓના ઉપયોગથી કામચલાઉ ઘોરણે ખૂબસુરતી વધી છે. પરંતુ સ્કીન પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી છે. અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તેમા વધુ અભ્યાસ હાથ ધરવાની હિલચાલ હાથ ધરાઈ છે. ખૂબસુરતીને લઈને ક્રેઝ કાયમ રહે છે અને આ માટે બજારનું કદ પણ સતત વધ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati