Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરોમા ફેસ માસ્ક

અરોમા ફેસ માસ્ક
N.D

ખીલની સમસ્યા માટે અરોમા ફેસ માસ્ક

જ્યારે વાત ઓઈલી ત્વચા અને ખીલની આવે છે ત્યારે એવો ભ્રમ પેદા થઈ જાય છે કે અરોમા થેરાપીમાં ઓઈલ હોય છે અને ઓઈલથી તૈલીય ત્વચા વધારે તૈલીય થઈ જાય છે. પરંતુ આવું વિચારવું તે યોગ્ય નથી. અરોમા ઓઈલ ચિકણાહટ વિનાનું, એંટીસેપ્ટીક તેમજ એંટીબાયોટિક હોય છે. તેથી આ તૈલીય ત્વચા માટે ખુબ જ લાભદાયક છે. એક ચાની ચમચી કેયોલીન પાવડર, એક ચાની ચમચી આયુર્વેદિક પિંપલ ફેસ પેક, એક-એક ટીંપુ કૈમોમિલા, લેવેંડર, જુનિયર, પાચોલી, લાઈમ અરોમાની સાથે ભેળવી લો. આ એસેંશિલય ઓઈલનું એક ટીંપુ ફેસ માસ્કમાં ભેળવી લો તેમજ એલોવેરા જેલની સાથે ભેળવીને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો. તેમજ દરરોજ દિવસમાં બે વખત ઉપરોક્ત ઓઈલનું એક ટીંપુ , એક ચમચી એલોવેરા જેલની સાથે ભેળવીને લગાવો.

સુકી ત્વચા માટે ફેસ માસ્ક

એક ઈંડાનો પીળો ભાગ, બે ચમચી થર્મોમાસ્ક, અડધી ચમચી જોજોબા ઓઈલ, એક ટીંપુ કેમોમાઈલ ઓઈલ, અડધી ચમચી વ્હીટ જર્મ ઓઈલ, બે ટીંપા કૈરટ ઓઈલ આ બધી જ વસ્તુને એક સાથે ભેળવીને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવી લો.

અરોમા ઓઈલ સ્કિન ટોનિક

સુકી ત્વચા માટે

દસ ગુલાબના ફુલને 500 ગ્રામ પાણીની અંદર ઉકાળીને 200 મી.લી. રસ કાઢો. એક ટીંપુ રોજ ઓઈલ, એક ટીંપુ પામારોજ એરોમા ઓઈલ, એક ટીંપુ ચંદનનું તેલ ભેળવીને ચહેરા પર લગાવી લો.

તૈલીય ત્વચા માટે

સંતરાના ફૂલોથી 200 મી.લી. પાણી બનાવો. એક ટીંપુ સંતરાનું અરોમા ઓઈલ, એક ટીંપુ નૈરોલી ઓઈલ ભેળવીને ચહેરા પર લગાવો.

અરોમા મસાજ આપણા સ્નાનુતંત્રો પર કામ કરીને મગજને આરામ પહોચાડે છે. આ મસાજ ખુબ જ હલ્કા હાથેથી માથાથી શરૂ કરીને ગરદન સુધી આવો.

એરોમા ફેશિયલ એક્યુપ્રેશર કે રિફ્લેક્સોલોજી પર પણ આધારિત છે. જેથી કરીને મસાજના સમયે ચહેરા પર બધા જ પોઈંટસને ધીરે ધીરે પાંચ વખત દબાવો.

Share this Story:

Follow Webdunia gujarati